(Source: ECI/ABP News/ABP Majha)
મોદીએ કેટલાં વરસોથી નથી લીધી એકપણ દિવસની રજા કે નથી પડ્યા બિમાર, જાણો ક્યા સમયને ગણાવ્યો સૌથી પડકારજનક ?
વડાપ્રધાને આજે સંસદ સત્ર દરમિયાન નિયમિત રીતે થનારી ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકને સંબોધિત કરી. બેઠકમાં પાર્ટીના લોકસભા અને રાજ્યસભાના સાંસદ હાજર હતા. વડાપ્રધાને કહ્યું કે, કોરોના કાળ દરમિયાન સરકારે જેટલુ કામ કર્યુ તે અભૂતપૂર્વ છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજકાલ પોતાના કામ અને કામના સમયને લઇને ખુબ ચર્ચામાં રહ્યાં કરે છે. સોશ્યલ મીડિયા પર અનેકવાર વાત સામે આવી ચૂકી છે કે પીએમ મોદીએ વડાપ્રધાન બન્યા છતાં પણ હજુ સુધી એકપણ રજા લીધી નથી. વડાપ્રધાને આજે સંસદ સત્ર દરમિયાન નિયમિત રીતે થનારી ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકને સંબોધિત કરી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે કહ્યું કે, મુખ્યમંત્રી અને વડાપ્રધાન રહેતા પોતાના 21 વર્ષોના કાર્યકાળમાં તેમને ક્યારેય કોઇ રજા નથી લીધી, અને તેમને લોકોની સેવા કરવાનુ સૌભાગ્ય મળ્યુ છે. પીએમ મોદીનુ એ પણ સૌભાગ્ય રહ્યું કે તે આ દરમિયાન ક્યારેય બિમાર પણ નથી પડ્યાં. તેમને કહ્યું કે, 21 વર્ષોમાં કોરોનાકાળ સૌથી પડકારજનક રહ્યો, અને એટલા માટે આ દરમિયાન કરવામાં આવેલુ કામ ઇતિહાસ બનાવશે.
વડાપ્રધાને આજે સંસદ સત્ર દરમિયાન નિયમિત રીતે થનારી ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકને સંબોધિત કરી. બેઠકમાં પાર્ટીના લોકસભા અને રાજ્યસભાના સાંસદ હાજર હતા. વડાપ્રધાને કહ્યું કે, કોરોના કાળ દરમિયાન સરકારે જેટલુ કામ કર્યુ તે અભૂતપૂર્વ છે. પીએમે કહ્યું કે, દુનિયાએ આ દરમિયાન ભારતનુ સામર્થ્યને ઓળખ્યુ છે. તેમને તમામ પાર્ટી સાંસદોને આહવાન કર્યુ કે કોરોના કાળમાં સરકાર તરફથી કરવામાં આવેલા કામોને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરે.
કૃષિ કાયદાઓ પર થઇ રહેલા વિરોધને લઇને પીએમ મોદીએ તમામ સાંસદોને ધૈર્ય રાખવાની અપીલ કરતા કહ્યું- ગુજરાતના મુખ્યમંત્રી હતો ત્યારે તેમને પાણી વિશે એક ફેંસલો કર્યો હતો, જેનો શરૂમાં ખુબ વિરોધ થયો હતો. જોકે બાદમાં લોકોએ તે ફેંસલાના લાભને ઓળખી લીધો હતો.
આજની બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કોરોના કાળ દરમિયાન ભારતની વિદેશ નીતિ વિશે સાંસદોને જાણકારી આપી. જયશંકરે ભારતની વેક્સિન કૂટનીતિ વિશે પણ તમામ સાંસદોને જણાવ્યુ અને જાણકારી આપી કે અત્યાર સુધી 70થી વધુ દેશોને ભારત વેક્સિન આપી ચૂક્યુ છે. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટને લઇને પણ સાંસદોને જાણકારી આપી.