શોધખોળ કરો
Advertisement
પીએમ મોદીને જન્મદિવસ પર સોશિયલ મીડિયામાં શુભેચ્છાઓનુ ઘોડાપુર, 10માંથી 7 ટ્રેન્ડમાં એકલા મોદી
બધાએ સોશ્યલ મીડિયા પર પીએમ મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી છે. જેને લઇને સોશ્યલ મીડિયામાં શુભેચ્છાઓનું ઘોડાપુર આવ્યુ છે
નવી દિલ્હીઃ વડપ્રધાન નરેન્દ્ર મોદી આજે 69 વર્ષના થઇ ગયા છે, આખો દેશ 17 સપ્ટેમ્બરને તેમનો જન્મદિવસ મનાવી રહ્યો છે.
પીએમના સમર્થકોથી લઇને મંત્રીઓ અને નેતાઓ, બધાએ સોશ્યલ મીડિયા પર પીએમ મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી છે. જેને લઇને સોશ્યલ મીડિયામાં શુભેચ્છાઓનું ઘોડાપુર આવ્યુ છે. માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વીટર પર ઇન્ડિયાના ટૉપ 10 ટ્રેન્ડમાં 7 ટ્રેન્ડ મોદીના બર્થડેના જ છે.
#happybirthdaynarendramodi, (46 હજાર ટ્વીટ અત્યાર સુધી) #HappyBirthdayPMModi, (45 હજાર ટ્વીટ અત્યાર સુધી) #HappyBirthdayPM (14 હજાર ટ્વીટ અત્યાર સુધી) અને #NarendraModiBirthday (8 હજાર ટ્વીટ અત્યાર સુધી) જેવા હેશટેગની સાથે પીએમ મોદીનો બર્થડે સવારથી જ ટ્રેન્ડ કરી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકોને વડાપ્રધાનની વિભિન્ન ઉપલબ્ધિઓ માટે તેમને ખુબ શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.
ખાસ વાત એ છે કે, નર્મદા ડેમ પ્રથમવાર તેની પૂર્ણ કક્ષાએ 138.68 મીટરની ઐતિહાસિક સપાટી સુધી ભરાયો છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના 69માં જન્મદિવસે નર્મદાના નીરના વધામણા કરશે. એટલું જ નહીં નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ 11 વાગ્યે જાહેરસભાને પણ સંબોધશે. ઉપરાંત તેઓ જંગલ સફારી, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વવનની પણ મુલાકાત લેશે. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી એક કલાક માટે રાજભવન ખાતે રોકાણ કરી દિલ્હી જવા રવાના થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement