શોધખોળ કરો
કરતારપુર કૉરિડોરના ઉદઘાટન સમારોહમાં જવા માટે નવજોત સિંહ સિદ્ધુને સરકારે આપી મંજૂરી
કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન 9 નવેમ્બરે થવાનું છે. આ સમારોહમાં જવા માટે સિદ્ધુને સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે.
નવી દિલ્હી: કૉંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને કરતારપુર કૉરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જવાની મંજૂરી સરકારે આપી દીધી છે. સત્તાવાર સૂત્રોએ તેની જાણકારી આપી છે. 9 નવેમ્બરે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થવાનું છે. સિદ્ધુને આ રાજનીતિક મંજૂરી માત્ર પંજાબ સીએમ અમરિંદર સિંહ સાથેના કાફલામાં સામેલ થઈને જવાની મળી છે.
સિદ્ધુએ વિદેશ મંત્રાલયને ત્રીજી વખત આ મામલે પત્ર લખ્યો હતો. આ પહેલા લખેલા પત્રનો જવાબ ન મળતા તેઓ નારાજ હતા અને પોતાના ત્રીજા પત્રમાં લખ્યું હતું કે, હું સ્પષ્ટ રીતે કહું છું કે જો સરકારને કોઈ વાંધો હોય તો તે મને મંજૂરી ના આપે, હું કાયદાનું પાલન કરીશ અને નહીં જાઉં. પરંતુ તમે મારા ત્રીજા પત્રનો જવાબ નહીં આપો તો શીખ શ્રદ્ધાળુઓની જેમ વીઝા માટે લાયક જણાશે તો પાકિસ્તાન જઈશ. ઇમરાન ખાને કરતારપુર કૉરિડોરની મનમોહક તસવીરો કરી શેર, કહ્યું- શીખ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે તૈયાર પ્રથમ જથ્થામાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને હરસિમરત કૌર સિવાય કેટલાક વિદેશી મહેમાન પણ જઈ રહ્યાં છે. ત્યારે અભિનેતાથી નેતા બનેલા સાંસદ સની દેઓલ પણ પહેલા કાફલા સાથે જશે. પંજાબના મુખ્યમંત્રી કાર્યાલયે આ જાણકારી આપી છે. સામાન્ય લોકો માટે કરતારપુર કોરિડોર 10 નવેમ્બરથી શરૂ થશે.Sources: Political clearance has been granted to Congress leader Navjot Singh Sidhu to travel through the Kartarpur Sahib Corridor on 9th November. pic.twitter.com/vVfQexF5hz
— ANI (@ANI) November 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement