શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતમાં કોરોનાની પહેલી રસી પોંડિચેરીના વિદ્યાર્થીએ શોધી લીધી ? WHOએ પણ આપી દીધી માન્યતા ?
વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે તે અનુસાર પોન્ડિચેરી યૂનિવર્સિટીના રામૂ નામના ભારતીય વિદ્યાર્થીએ કોવિડ-19ની એક ઘરગથ્થુ સારવાર શોધી લીધી છે.
નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વભરના તમામ દેશ કોરોના વાયરસનો કહેરનો સામનો કરી રહ્યા છે. અનેક દેશોના વૈજ્ઞાનિકો કોરોના વેક્સીન બનાવવામાં દિવસ રાત લાગ્યા છે. હજુ સુધી કોઈ ફાઈનલ પરિણામ સામે આવ્યું નથી. ત્યારે સોશિયલ મીડિયા પર અનેક ઘરેલુ ઉપચારથી કોરોના વાયરસની સારવારનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોન્ડિચેરી યૂનિવ્રસિટીના એક વિદ્યાર્થીએ મધ અને મરીથી કોરોનાની સારવાર શોધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક અને ટ્વીટર પર આ પોસ્ટ વાયરલ થઈ રહી છે.
વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે તે અનુસાર પોન્ડિચેરી યૂનિવર્સિટીના રામૂ નામના ભારતીય વિદ્યાર્થીએ કોવિડ-19ની એક ઘરગથ્થુ સારવાર શોધી લીધી છે. તેને ડબલ્યૂએચઓએ સ્વીકારી પણ લીધી છે. રામૂએ સાબિત કર્યું છે કે, સતત 5 દિવસ સુધી 2 ટેબલ સ્પૂન મધ અને આદૂના રસમાં 1 મોટી ચમચી મરી પાવડર મેળવીને કોરોનાનો પ્રભાવ ઓછો કરી શકાય છે. સમગ્ર વિશ્વના આ સારવારને સ્વીકારવામાં આવીછે. અંતે એક સારા સમચાાર 2020માં. મહેરબાની કરીને તમામ મિત્રો સાથે આ જાણકારી શેર કરો.
જો કે આ અહેવાલની સત્યતતા ચકાસતા ખબર પડી છે કે આ અહેવાલ સંપૂર્ણ ફેક છે. ગૂગલમાં સર્ચ કરવા પર પણ આવા કોઈ સમાચાર સામે આવ્યા નથી. એટલું જ નહીં પણ ભારત સરકારની પીઆઈબી ફેક્ટ ચેકે પણ આ અહેવાલને ફગાવી દીધા છે. પીઆઈબી ફેક્ટ ચેકના ટ્વિટર હેન્ડલ પર આ અહેવાલને ફેક ગણાવવામાં આવ્યો છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, આ અહેવાલ ફેક. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આવી કોઈ સારવારને માન્યતા આપી નથી.Claim: The home remedy cure for #COVID19, approved by @WHO, has been found by a Pondicherry University student.#PIBFactCheck: This is #FakeNews. Though, there are many vaccines under trial, @WHO has not approved any such cure for #COVID19. pic.twitter.com/BCUgTFMsau
— PIB Fact Check (@PIBFactCheck) August 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion