શોધખોળ કરો
Advertisement
ભાજપના કયા સાંસદે કોરોના વાયરસને ખતમ કરવા ‘હનુમાન ચાલીસા’ના પાઠ કરવાની કરી અપીલ ? જાણો વિગત
કોરોના વાયરસને પ્રકોપ દેશમાં સતત વધી રહ્યો છે ત્યારે ભાજપના સાંસદે લોકોને કહ્યું કે, કોરોનાને સમાપ્ત કરવા માટે હનુમાન ચાલીસાના પાઠ કરો.
ભોપાલ: દેશભરમાં કોરોના વાયરસને પ્રકોપ સતત વધી રહ્યો છે. ત્યારે કોરોનાના રોગચાળાને ખતમ કરવા માટે ભાજપના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે લોકોને હનુમાન ચાલીસાના પાઠ કરવાની અપીલ કરી છે.
ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકોને કહ્યું કે, 25 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી પ્રતિદિન સાંજે 7 વાગ્યે પોતાના ઘરે હનુમાન ચાલીસાના પાંચ વાર પાઠ કરો. તેનાથી દેશમાં કોરોના વાયરસ ખતમ થઈ જશે.
સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે શનિવારે ટ્વીટ કરીને લખ્યું કે, 'ચાલો આપણે બધા સાથે મળીને કોરોના વાયરસ મહામારીને સમાપ્ત કરવા માટે લોકોના સારા સ્વાસ્થ્ય માટે એક આધ્યાત્મિક પ્રયાસ કરીએ. તેમણે આગળ લખ્યું કે, 25 થી 5 ઓગસ્ટ સુધી તમારા ઘરે દરરોજ સાંજે 5 વાગ્યે હનુમાન ચાલીસાના 5 વખત પાઠ કરો અને 5 ઓગસ્ટે ઘરોમાં દીવો પ્રગટાવી રામલલાની આરતી કરી આ વિધિ પૂર્ણ કરો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement