શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દીપિકાના JNUમાં જવા પર પ્રકાશ જાવડેકરે કહ્યું- કોઈ પણ ગમે ત્યાં પોતાના વિચાર રજૂ કરી શકે છે
દીપિકા પાદૂકોણ મંગળવારે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીની બહાર થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ હતી.
નવી દિલ્હી: બૉલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના જેએનયૂમાં જવાને લઈને થઈ રહેલા વિવાદ વચ્ચે સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે માત્ર કલાકાર જ નહીં પણ કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરવા માટે ગમે ત્યાં જઈ શકે છે અને તેમાં કોઈ પણ વાંધો હોય શકે નહીં.
કેન્દ્રિય મંત્રીમંડળની બેઠક બાદ જાવડેકરે એક સવાલના જવાબમાં કહ્યું કે, આ લોક તાંત્રિક દેશ છે, માત્ર કલાકાર જ નહીં પણ કોઈ પણ સામાન્ય વ્યક્તિ ગમે ત્યાં પોતાનો વિચાર મુકી શકે છે. તેમાં કોઈ આપત્તિ નથી, કોઈએ ક્યારેય વાંધો ઉઠાવ્યો નથી. આ મામલે અન્ય સવાલોના જવાબમાં તેમણે કહ્યું કે હું ભાજપનો મંત્રી પણ છું અને પ્રવક્તા પણ અને હું આ વાત કરી રહ્યો છું.
જાવડેકરે કહ્યુ , હિંસાને દેશમાં કોઈ સ્થાન નથી. યુનિવર્સિટી જેવા સ્થળે લોકો અભ્યાસ માટે જાય છે. એવામાં હિંસાનં ત્યાં કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે, જેએનયૂમાં સેમેસ્ટરનું રજીસ્ટ્રેશન શરૂ થયું હતું અને તમા વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા. ત્યારે કેટલાક વિદ્યાર્થી સંઘોએ નક્કી કર્યું તેને નહીં થવા દઈએ. બધાએ જોયું કે કોઈ પણ પ્રકારના સર્વરને બ્લૉક કરી દીધું. આ શિક્ષણ વિરોધી કાર્ય છે. હિંસામા કોણ સામેલ સામેલ છે તેની તપાસ કરી રહી છે.Union Minister Prakash Javadekar on a social media campaign to boycott Deepika Padukone's movie #Chhapaak after she joined JNU students at protest y'day: This is a democratic country, anyone,any artist can go anywhere and put forth his or her view. pic.twitter.com/zIBFzlQ87i
— ANI (@ANI) January 8, 2020
દીપિકા પાદૂકોણ મંગળવારે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીની બહાર થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ હતી. રવિવારે બુર્ખા પહેરી ગુંડાઓએ વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી, જેમાં જેએનયૂ વિદ્યાર્થી અધ્યક્ષ આઈશી ઘોષ સહિત 34 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હવે વિદ્યાર્થીઓને સમર્થન કરવા માટે દીપિકા જેએનયૂ કેમ્પસ પહોંચી હતી.Delhi: Deepika Padukone joins students at Jawaharlal Nehru University, during their protest against #JNUViolence. pic.twitter.com/9P6IMzs0AS
— ANI (@ANI) January 7, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion