Rajasthan: રાજસ્થાન લોકસભા ચૂંટણીમાં BJPને કેમ થયુ નુકસાન ? પ્રશાંત કિશોરે કર્યો આ મોટો દાવો
આ દરમિયાન પ્રશાંત કિશોરે રાજસ્થાનમાં બીજેપીના ખરાબ પ્રદર્શન અને કોંગ્રેસની સારી સ્થિતિ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
Lok Sabha Elections Result 2024: જ્યારથી લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે ત્યારથી રાજ્યોમાં પાર્ટીઓના પ્રદર્શનને લઈને ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન પ્રશાંત કિશોરે રાજસ્થાનમાં બીજેપીના ખરાબ પ્રદર્શન અને કોંગ્રેસની સારી સ્થિતિ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
ઈન્ડિયા ટુડે સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે રાજસ્થાનમાં છેલ્લી બે ચૂંટણીમાં ભાજપે એક પણ બેઠક ગુમાવી નથી. ઘણા લોકો માને છે કે નરેન્દ્ર મોદીજીની લોકપ્રિયતા રાજસ્થાનમાં ગુજરાત કરતાં વધુ છે. આમ છતાં કોંગ્રેસ 11 બેઠકો જીતવામાં સફળ રહી.
રાજસ્થાન એક કેસ સ્ટડી છે- પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોરે વધુમાં કહ્યું કે, "રાજસ્થાનમાં કોંગ્રેસનું સારું પ્રદર્શન દર્શાવે છે કે વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ભાજપમાં મિસ મેનેજમેન્ટ જોવા મળ્યું હતુ. રાજસ્થાનમાં જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી ભાજપે જે સત્તાની વહેંચણી કરી છે તે માત્ર મુખ્યમંત્રીની વાત નથી. ચૂંટણીમાં ભાજપને સમર્થન આપનાર દરેક સમુદાયને કદાચ એવું લાગી રહ્યું છે કે મને કશું મળ્યું નથી. ગુર્જર સમાજના લોકો હોય, મીણા હોય, રાજપૂત હોય કે આદિવાસી હોય બધાને લાગ્યું કે તેમને કશું મળ્યું નથી. રાજસ્થાન એક કેસ સ્ટડી છે."
રાજસ્થાનમાં ચૂંટણીના પરિણામો શું હતા ?
ગત લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનની તમામ 25 લોકસભા બેઠકો જીતનાર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટીને 14 થઈ ગઈ છે. એટલે કે પાર્ટીને 11 સીટોનું મોટું નુકસાન થયું છે. કોંગ્રેસે આઠ બેઠકો જીતી હતી. CPMએ એક સીટ, RLPએ એક સીટ અને ભારત આદિવાસી પાર્ટીએ એક સીટ જીતી હતી.
કોંગ્રેસ અને ભાજપનો વોટ શેર
વોટ શેરની વાત કરીએ તો બીજેપી પ્રથમ ક્રમે રહી હતી. આ લોકસભા ચૂંટણીમાં ભાજપને 49.24 ટકા વોટ શેર મળ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને 37.91 ટકા વોટ મળ્યા છે.
એનડીએ નેતાઓએ સરકાર બનાવવાનો દાવો કર્યો
લોકસભા ચૂંટણીના પરિણામોમાં, એનડીએ જૂથને 293 બેઠકો મળી હતી, જે 272ના જાદુઈ બહુમતીના આંકડા કરતાં વધુ છે. જો કે, આ વખતે એનડીએનું નેતૃત્વ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી બહુમતીના આંકથી ઘણી દૂર છે. શુક્રવારે બપોરે NDA નેતાઓએ રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો અને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું.