બિહારમાં નવી સરકારની રચનાની તડામાર તૈયારી, જાણો ક્યારે યોજાશે શપથ ગ્રહણ સમારોહ
Bihar Government Formation:JDU સોમવારે તેના ધારાસભ્યોની બેઠક પણ યોજે તેવી શક્યતા છે. આ બેઠક ભવિષ્યની રણનીતિ અને રાજકીય માર્ગ નક્કી કરશે. નીતિશ કુમાર તેમના મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ અને સંભવતઃ અંતિમ બેઠક યોજી શકે છે.

Bihar Government Formation: બિહારના રાજકારણમાં આગામી 48 કલાક મહત્વપૂર્ણ રહેશે. સોમવારથી ઘણી મોટી બેઠકો થવાની ધારણા છે, જે રાજ્યમાં સરકાર બદલવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર સોમવારે મોડી સાંજે અથવા મંગળવારે વહેલી સવારે રાજીનામું આપી શકે છે. નવી સરકાર રચાય ત્યાં સુધી તેઓ કાર્યકારી મુખ્યમંત્રી રહેશે.
સોમવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક શક્ય
ભાજપ સોમવારે તેના વિધાનસભા પક્ષની બેઠક બોલાવે તેવી શક્યતા છે. આ બેઠક માટે આજે સાંજ અથવા કાલે સવાર સુધીમાં કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા છે.
જેડીયુ વિધાનસભા પક્ષની બેઠક સોમવારે પણ
જેડીયુ સોમવારે તેના ધારાસભ્યોની બેઠક પણ યોજે તેવી શક્યતા છે. આ બેઠક ભવિષ્યની રણનીતિ અને રાજકીય માર્ગ નક્કી કરશે. નીતિશ કુમાર સોમવારે તેમના મંત્રીમંડળની મહત્વપૂર્ણ અને સંભવતઃ અંતિમ બેઠક યોજે તેવી શક્યતા છે. મંત્રીમંડળની બેઠક પછી, નીતિશ કુમાર સોમવારે મોડી સાંજે અથવા મંગળવારે સવારે રાજભવન જાય તેવી શક્યતા છે. તેઓ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કરશે. નવી સરકાર શપથ લે ત્યાં સુધી તેઓ કાર્યકારી મુખ્યમંત્રી તરીકે સેવા આપશે.
રાજભવનથી પાછા ફર્યા બાદ એનડીએ વિધાનસભા પક્ષની બેઠક
નીતીશના રાજીનામા બાદ, એનડીએ વિધાનસભા પક્ષ મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે. આ બેઠકમાં, નીતિશ કુમારને એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવશે. NDA વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ, નીતિશ કુમાર ફરીથી રાજભવન જઈને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
22 નવેમ્બર પહેલા નવી સરકારની રચના કરવી જરૂરી છે. વર્તમાન 17મી વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરના રોજ સમાપ્ત થાય છે. તે પહેલાં, નવી (18મી) વિધાનસભાની રચના અને નવી સરકારના શપથ ગ્રહણની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થવી આવશ્યક છે. જોકે, શપથ ગ્રહણ તારીખ અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી. નોંધનીય છે કે, NDAએ 202 બેઠકો જીતીને ઐતિહાસિક રીતે બિહારમાં સત્તા જાળવી રાખી હતી. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 89 બેઠકો અને JDU 85 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું છે.





















