શોધખોળ કરો

રાફેલ પર મંત્રીપરિષદમાં યોજાયું પ્રેઝન્ટેશન, PM મોદીએ કહ્યું- કૉંગ્રેસને તથ્યો સાથે આપો જવાબ

નવી દિલ્હી: રાફેલ ડિલને લઈને ચારે તરફથી ઘેરાયલી સરકારે હવે આ મુદ્દે વિપક્ષને જવાબ આપવાની તૈયારી કરી લીધી છે. બુધવારે મંત્રીપરિષદની એક બેઠકમાં રાફેલ પર એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. જેમાં એનડીએની ડીલ ટોપ મોડલ અને યૂપીએની ડીલ બેઝિક ગણાવી હતી. આ પ્રેઝન્ટેશનમાં મંત્રીઓને રાફેલ ડીલ પર જવાબ આપવાના તર્ક સમજાવવામાં આવ્યા હતા. સરકારે રાફેલ મુદ્દે કૉંગ્રેસ તથ્યો સાથે જવાબ આપવા કહ્યું છે. રાફેલ ડીલ સિવાય મહાત્મા ગાંધીની 150મીં જયંતી, આયુષ્માન ભારત અને સ્વચ્છતા મિશન પર પણ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. પ્રેઝન્ટેશન દરમિયાન રાફેલ ડીલને સમજાવવા માટે એક કારનું ઉદાહરણ આપવામાં આવ્યું. જેવી રીતે કારના બેઝિક મૉડલ અને ટૉપ મૉડલ વચ્ચે જે અંતર હોય છે તે અંતર રાફેલ વિમાનના બેઝિક મૉડલ અને ટૉપ મૉડલમાં અંતર છે. જેવી રીતે એક કારના બેઝિક મોડલ અને ટોપ મોડલ બહારથી એકસરખા જ જેખાય છે પરંતુ બન્ને મોડલમાં જમીન આસમાનનું અંતર હોય છે. ટોપ મોડલ ફુલી લોડેડ હોય છે પરંતુ બેઝિક મોડલ જેવા જ દેખાય છે. એનડીએ સરકારે કે જે રાફેલ ડીલ કરી છે તે ફુલ્લી લોડેડ રાફેલની છે અને રાફેલના બેઝિક મોડલની જે કીંમત યૂપીએ સરકારના સમયમાં હતી. એટલે કે 80 મિલયન યૂરો તેનાથી ઓછી કિંમત પર બેઝિક રાફેલ ડીલ એનડીએ સરકારે કરી છે. પ્રેઝન્ટેશન દરમિયાન એવું પણ કહેવામાં આવ્યું કે રાફેલની કિંમતનો ખુલાસો એટલા મોટે નથી કરવામાં આવી રહ્યો કે તેનાથી દુશ્મન દેશને રાફેલના લોડેડ ઇક્વિપમેન્ટ વિશે જાણકારી મળી શકે છે. પ્રેઝન્ટેશન દરમિયાન કહેવામાં આવ્યું કે રાફેલની ડીલ ગવર્નમેન્ટ ટૂ ગવર્નમેન્ટ ડીલ છે. તેનાથી સરકારના કરોડો રૂપિયા બચાવ્યા છે. આ બચત 34 રાફેલ વિમાનો પર 12500 કરોડ સુધી છે. પ્રેઝન્ટેશનના અંતમાં પીએમ મોદીએ કહ્યું કૉંગ્રેસે પૂર્ણ તથ્ય સાથે જવાબ આપો. કોઈ પણ મંત્રી કોઈ પણ વિભાગના કામકાજ પર પોતાની વાત રજૂ કરવાના હોય તો પહેલા સંબંધિત વિભાગના સચિવ પાસેથી જાણકારી પહેલા મેળવી બાદમાં પોતાની વાત રજૂ કરે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  

Embed widget