શોધખોળ કરો
Advertisement
PM મોદી નહીં કરે ‘ખેલો ઈન્ડિયા યૂથ ગેમ’નું ઉદ્ઘાટન, CAAના વિરોધને જોતા આસામનો પ્રવાસ કર્યો રદ
ગુવાહાટીમાં 10 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ત્રીજા ખેલો ઈન્ડિયા યૂથ ગેમ 2020નું આયોજન થવાનું છે.
ગુવાહાટી: આસામમાં નાગરકિતા સંશોધન કાયદા વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદશન હાલમાં પણ ચાલુ છે. એવામાં ગુવાહાટીમાં 10 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધીખેલો ઈન્ડિયા યૂથ ગેમ 2020નું આયોજન થવાનું છે. જેના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન મોદી જવાના હતા પરંતુ વિવિધ સંગઠનોના વિરોધને જોતા ગુવાહાટી જવાનો કાર્યક્રમ રદ્દ કરાયો છે.
અખિલ વિદ્યાર્થી સંઘ, આસામ જાતીયતાવાદી વિદ્યાર્થી પરિષદ સહિત આંદોલન કરી રહેલા સંગઠનોએ વડાપ્રધાનના કાર્યક્રમનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. તેને ધ્યાનમાં લેતા પીએમ મોદીનો આસામ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.
ખેલો ઈન્ડિયા ગેમ્સના સીઈઓ અવિનાશ જોશીએ કહ્યું કે અમે વડાપ્રધાન મોદીને ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ અનૌપચારિક રીતે અમને જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદી કાર્યક્રમના આવી નહીં શકે જો કે અત્યાર સુધી કોઈ ઓફિશલ જવાબ મળ્યો નથી.
હવે ખેલો ઈન્ડિયાનું ઉદઘાટન આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ કરશે ઇને તેમની સાથે કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજીજુ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે સીએએના વિરોધમાં થયેલા હિંસક હુમલા બાદ ગુવાહાટીમાં 15 થી 17 ડિસેમ્બરે થનારી ભારત-જાપાન સમિટ પણ રદ કરવામાં આવી હતી. બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ પણ ભારત પ્રવાસ રદ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion