શોધખોળ કરો

PM મોદીએ લખનઉમાં વાજપેયીની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યુ અનાવરણ, જાણો વિગત

અટલ બિહારી વાજપેયીની મૂર્તિ અનાવરણ પ્રસંગે રાજયપાલ આનંદીબેન પટેલ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા.

લખનઉઃ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 95મી જયંતીના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખનઉના લોકભવનમાં અટલ બિહારી વાજપેયીની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવણ કર્યું હતું. આ મૂર્તિ કાંસામાંથી બનાવવામાં આવી છે, જેને જયપુરના પ્રસિદ્ધ મૂર્તિકાર રાજકુમાર પ્રજાપતિએ આકાર આપ્યો છે. અટલ બિહારી વાજપેયીની મૂર્તિ અનાવરણ પ્રસંગે રાજયપાલ આનંદીબેન પટેલ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધન કરતાં રાજનાથ સિંહે કહ્યું, પહેલા લખનઉથી અટલજી સાંસદ હતા અને આજે મને આ સૌભાગ્ય મળ્યું છે જે ખૂબ મોટી વાત છે. જવાહરલાલ નેહરુએ ઘણા વર્ષો પહેલા જ ભવિષ્યવાણી કરી હતી કે અટલ બિહારી વાજપેયી દેશના પીએમ બનશે. અટલજીના જીવનમાં પાર્ટી નહીં દેશહિત ટોચ પર હતું. પીએમ મોદી પણ અટલ બિહારી વાજપેયીની જેમ સર્વધર્મ સમભાવની વાત કરે છે. અટલ બિહારી વાજપેયી મેડિકલ યુનિવર્સિટીના શિલાન્યાસ બાદ જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, અટલજી કહેતા હતા કે જીવનને ટુકડામાં ન જોવું જોઈએ તેને સમગ્રતામાં જોવું જોઈએ. આ વાત સરકાર માટે પણ સત્ય છે, સુશાસન માટે પણ સત્ય છે.  જ્યાં સુધી આપણે સમસ્યાઓને સંપૂર્ણતાથી નહીં વિચારીએ ત્યાં સુધી સુશાશન શક્ય નથી. મિશન પોષણ અને મિશન ઈન્દ્રધનુષને વધુ આગળ વધારીએ તેવો અમારો લક્ષ્ય છે. આયુષ્યમાન ભારતના કારણે દેશના આશરે 70 લાખ ગરીબ બાળકોની ફ્રીમાં સારવાર થઈ છે. જેમાં આશરે 11 લાખ ઉત્તરપ્રદેશના છે. 2022 સુધી જે ગરીબ પાસે ઘર નથી તેમને ઘર આપવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જન સ્વાસ્થ્યના ક્ષેત્રમાં થઈ રહેલું અભૂતપૂર્વ કામ ઉત્તરપ્રદેશમાં પણ જોવા મળી રહ્યું છે. ચાલુ વર્ષે ઈંસેફલાઇટિસ મામલે યોગી અને તેની ટીપે ખૂબ સારું કામ કર્યું છે. આ માટે તમામ અભિનંદનના અધિકારી છે. આજે અટલ સિદ્ધીની આ ધરતી પરથી  અહીંના દરેક નાગરિકોને આગ્રહ કરવા આવ્યો છું કે આઝાદી બાદના વર્ષોમાં આપણે સૌથી વધારે ભાર અધિકારો પર આપ્યો છે. ડોકટરી સારવાર આપણો હક છે પરંતુ ડોક્ટરોને સન્માન આપવું આપણી ફરજ છે. મૂર્તિકાર રાજકુમારે જણાવ્યું કે, મૂર્તિમાં અટલ બિહારી વાજપેયીની ભાવ-ભંગિમાને ઢાળવાની કોશિશ કરવામાં આવી છે. અટલજીની ભાષા શૈલી અને વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત છું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો

Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના

Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર

આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!

H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ

Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ

Embed widget