શોધખોળ કરો
Advertisement
કોટાથી વિદ્યાર્થીઓને લાવવા પર પ્રિયંકા ગાંધીએ CM યોગીના કર્યા વખાણ, કહ્યુ- મજૂરોની પણ કરો મદદ
પ્રિયંકા ગાંધીએ કહ્યુુ-રાજ્ય સરકારે મજૂરોની મદદ કરવા અને તેમને અલગ અલગ રાજ્યોમાંથી પાછા લાવીને તેમના ઘર સુધી પહોંચાડવા અપીલ કરી હતી.
નવી દિલ્હીઃ કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાજસ્થાનના કોટામાં ફસાયેલા વિદ્યાર્થીઓને પાછા લાવવા પર ઉત્તર પ્રદેશની યોગી સરકારના વખાણ કર્યા હતા. પરંતુ સાથે જ રાજ્ય સરકારે મજૂરોની મદદ કરવા અને તેમને અલગ અલગ રાજ્યોમાંથી પાછા લાવીને તેમના ઘર સુધી પહોંચાડવા અપીલ કરી હતી.
પ્રિયંકા ગાંધીએ રવિવારે વીડિયો જાહેર કરી રાજ્ય સરકાર સમક્ષ મજૂરોની મદદ કરવા અને તેમને અલગ અલગ રાજ્યોમાંથી પાછા તેમના ઘર સુધી પહોંચાડવાની અપીલ કરી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અનેક દિવસો સુધી જે ઉત્તર પ્રદેશના પ્રવાસી મજૂરો અલગ અલગ રાજ્યોમાં ફસાયા છે તેમની સાથે હું વાત કરી રહી છું. મે રાજસ્થાન, દિલ્હી, સુરત, ઇન્દોર, ભોપાલ, મુંબઇ અને અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકો સાથે વાત કરી છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મજૂરોની સૌથી મોટી સમસ્યા શું છે. મજૂરી માટે આ લોકો અલગ અલગ શહેરોમાં ગયા. લોકડાઉન થયું. મજૂરી બંધ થઇ ગઇ. સમયની સાથે રાશન પણ ખત્મ થઇ ગયુ. હવે આઠ આઠ લોકો એક રૂમના ઘરમાં રહે છે. રાશન મળી રહ્યું નથી. બહુ ડરેલા છે. કોઇ પણ રીતે તેઓ ઘરે જવા માંગે છે. આપણે તેમની સમસ્યાનો ઉકેલ શોધવો જોઇએ.આ તમામની જવાબદારી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
રાજકોટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion