શોધખોળ કરો
Advertisement
ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવે મહત્વની ભૂમિકા
નવી દિલ્લી: યૂપી ચૂંટણીમાં કૉંગ્રેસ કોઈ કસર નથી છોડવા માંગતી. કૉંગ્રેસ નેતૃત્વમાં રાહુલ ગાંધીને છોડી પ્રિયંકા ગાંધી વાડ્રાને લેવાની વારંવાર માંગ થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી યૂપીમાં કૉંગ્રેસનો પ્રચાર કરવા માટે તૈયાર છે. યૂપીમાં કૉંગ્રેસ કેંપેન કમિટીના ચેરમેન સંજય સિંહે આ વાત કરી છે.
મીડિયા સાથેની વાતમાં સંજય સિંહે કહ્યું કે પ્રિયંકા ગાંધી યૂપીમાં પ્રચાર કરવા માટે તૈયાર છે. યૂપીની ચૂંટણીમાં પ્રિયંકા મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જેની તૈયારીઓ થઈ રહી છે. પ્રિયંકા અમેઠી અને ધણા બધા વિસ્તારોમાં જનસભા કરી શકે છે.
નોટબંધી બાદ યૂપીમાં કૉંગ્રેસની ચૂંટણી યાત્રા પર બ્રેક લાગી છે. શુક્રવારે તેના પર ચર્ચા કરવા માટે દિલ્લીમાં કૉંગ્રેસ કમિટી બેઠક યોજવામાં આવી હતી, જેમાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત હતી.
પ્રિયંકા ગાંધી 21 નવેંબરના ઈલાહાબાદમાં પોતાની માતા અને ભાઈ રાહુલ સાથે એક ફોટો એક્જિબિશનમાં પણ ભાગ લેશે. આનંદ ભવનમાં ઈંદિરા ગાંધી પર એક્જિબિશન રાખવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement