શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પ્રિયંકા ગાંધીની જૂનો પત્ર આવ્યો સામે, બે કરોડનું પેઇન્ટિંગ ખરીદવા પર રાણા કપૂરનો માન્યો હતો આભાર
પ્રિયંકા ગાંધીની આ ચિઠ્ઠી ચાર જૂન 2010ના રોજ રાણા કપૂરને લખવામાં આવી હતી.
નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાનો એક પત્ર સામે આવ્યો છે જેમાં તેમના પિતા રાજીવ ગાંધીનું પોટ્રેટ યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરને બે કરોડ રૂપિયામાં વેચ્યાની પુષ્ટી થઇ છે. આ પોટ્રેટ પ્રખ્યાત પેઇન્ટર એમએફ હુસૈને બનાવીને રાજીવ ગાંધીને 1985માં ભેટમાં આપ્યું હતું. પ્રિયંકા ગાંધીની આ ચિઠ્ઠી ચાર જૂન 2010ના રોજ રાણા કપૂરને લખવામાં આવી હતી.
ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું હતું કે, શ્રી એમએફ હુસૈન દ્ધારા બનાવાયેલું મારા પિતા શ્રી રાજીવ ગાંધીનું પોટ્રેટ ખરીદવા બદલ તમારો આભાર. આ પોટ્રેટ 1985માં કોગ્રેસના શતાબ્દી સમારોહ દરમિયાન રાજીવ ગાંધીને ભેટમાં આપ્યું હતું. આ મારી પાસે હતું. પ્રિયંકાએ વધુમાં લખ્યું કે, હું ત્રણ જૂન 2010ના રોજ તમારા લખેલા પત્ર અને એચએસબીસી બેન્કના તમારા એકાઉન્ટમાંથી બે કરોડ રૂપિયાના ચેક મળ્યાની પુષ્ટી કરું છું જે પેઇન્ટિંગની ફૂલ એન્ડ ફાઇનલ ચૂકવણી સાથે સંબંધિત હતો.Mumbai: ED seizes the painting of former PM Rajiv Gandhi bought by #YesBank founder Rana Kapoor from Priyanka Gandhi Vadra. A letter written by Priyanka Gandhi Vadra to Kapoor in June 2010 confirmed the sale of the painting for Rs 2 Cr. The painting has been brought to ED office. pic.twitter.com/KhvyyLhXlh
— ANI (@ANI) March 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion