પુલિત્ઝર એવોર્ડ વિનર અને કાશ્મીરી ફોટો જર્નાલિસ્ટ Sanna Irshad Mattooને એરપોર્ટ પર રોકવામાં આવી, પેરિસ જવાની ના મળી મંજૂરી
પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા કાશ્મીરી ફોટો જર્નાલિસ્ટ સના ઈરશાદ મટ્ટુને વિદેશ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી
નવી દિલ્હીઃ પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા કાશ્મીરી ફોટો જર્નાલિસ્ટ સના ઈરશાદ મટ્ટુને વિદેશ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. મળતી માહિતી મુજબ, મટ્ટુને એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ વિદેશ જતા અટકાવ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે તેમને વિદેશ જવાની મંજૂરી આપી શકાય નહીં.
I was scheduled to travel from Delhi to Paris today for a book launch and photography exhibition as one of 10 award winners of the Serendipity Arles grant 2020. Despite procuring a French visa, I was stopped at the immigration desk at Delhi airport. (1/2) pic.twitter.com/OoEdBBWNw6
— Sanna Irshad Mattoo (@mattoosanna) July 2, 2022
વાસ્તવમાં સના મટ્ટૂ એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભાગ લેવા અને ફોટોગ્રાફી પ્રદર્શનમાં ભાગ લેવા પેરિસ જઈ રહ્યા હતા પરંતુ તેને દિલ્હી એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓએ રોકી હતી.
I was not give any reason but told I would not be able to travel internationally. (2/2)
— Sanna Irshad Mattoo (@mattoosanna) July 2, 2022
આ ઘટના બાદ સનાએ કહ્યું કે આજે જે પણ થયું તે સંપૂર્ણપણે અનપેક્ષિત હતું. તેણીએ ટ્વીટ કરી જણાવ્યું કે હું સેરેન્ડીપીટી આર્લ્સ ગ્રાન્ટ 2020 ના 10 પુરસ્કારોમાં સામેલ થવા માટે પુસ્તક લોન્ચ અને ફોટોગ્રાફી પ્રદર્શન માટે પેરિસ જઈ રહી હતી. ફ્રાન્સના વિઝા હોવા છતાં મને ઇમિગ્રેશન અધિકારીઓએ દિલ્હી એરપોર્ટ પર અટકાવી હતી. સનાએ કહ્યું કે મને કોઈ કારણ આપવામાં આવ્યું નથી. માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે હું વિદેશ પ્રવાસ નહીં કરી શકું.
બીજી તરફ જમ્મુ અને કાશ્મીરના પોલીસ અધિકારીઓએ કહ્યું કે મટ્ટુને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવી છે. જેનો અર્થ એ છે કે તે વિદેશ પ્રવાસ કરી શકશે નહીં. જો કે આ પહેલા પણ કેટલાક કાશ્મીરી પત્રકારો, કાર્યકર્તાઓ અને શિક્ષણવિદોને એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે લુકઆઉટ સર્ક્યુલરનો આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકારની ટીકા કરનાર દરેકને હેરાન કરવામાં આવે છે