શોધખોળ કરો
પુલવામા હુમલોઃ ચંબલના ડાકુએ કરી જાહેરાત, સરકાર કહે તો 700 સાથીઓ સાથે પાકિસ્તાનને ધૂળ ચટાવી દઉં

નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાને લઈ દેશભરમાં રોષ છે. ચંબલમાં વર્ષો સુધી રાજ કરનારા ડાકુ મલખાન સિંહે કહ્યું કે, “તેના 700 સાથીઓ છે. જો તંત્ર ઈચ્છે તો કોઈપણ જાતની શરત વગર, એક પણ પૈસાના વેતન વગર અમે દેશ માટે બોર્ડર પર જાન આપવા તૈયાર છીએ. મલખાન સિંહે કહ્યું કે, અમારી પાસે લખાવી લેવામાં આવે કે અમે માર્યા જઇએ તો કોઇ ગુનો નથી. બાકી જીવન અમે દાવ પર લગાવવા તૈયાર છું. જો પીછેહઠ કરું તો મારું નામ મલખાન સિંહ નહીં.” મા ભવાનીની કૃપાથી વાળ પણ વાંકો નહીં થાય શહીદોને શ્રદ્ધાંજલિ સભામાં સામેલ થવા કાનપુર આવેલા મલખાન સિંહે કહ્યું કે, અમે કોઇ અનાડી નથી. અમને બોર્ડર પર મોકલવામાં આવે તેમ ઇચ્છીએ છીએ. મા ભવાનીની કૃપા રહેશે તો મલખાન સિંહનો વાળ પણ વાંકો નહીં થાય. જો મને ટિકિટ મળશે તો હું લોકસભા ચૂંટણી જરૂર લડીશ. રાજકીય પક્ષો જ્યારે વાયદા કરે છે ત્યારે હારી જાય છે. મધ્યપ્રદેશમાં વાયદો કર્યો ને હારી ગયા. લોકસભા ચૂંટણીમાં ખોટા વાયદા કરશો તો હારી જશો. ચૂંટણી થશે અને થતી રહેશે પરંતુ સરકારે પુલવામા હુમલાનો બદલો જરૂર લેવો જોઈએ. જો કાશ્મીર પર ફેંસલો નહીં લેવામાં આવે તો કોઇપણ લોકો રાજનીતિ પર વિશ્વાસ નહીં રાખે. વાંચોઃ 48 કલાકમાં પાકિસ્તાનીઓને બિકાનેર સિટી છોડી દેવાનો કોણે આપ્યો આદેશ? જાણીને ચોંકી જશો પાકિસ્તાનને તેના ઘરમાં ઘૂસીને બેઈજ્જત કરવાનો સમય આવી ગયો છે મલખાન સિંહે કહ્યું કે, દેશના તમામ નેતાઓએ સંસદમાં બેસીને પાકિસ્તાન સામે એક મહત્વનો ફેંસલો લેવો જોઈએ. પાકિસ્તાનને તેના ઘરમાં ઘૂસીને બેઇજ્જત કરવાનો સમય આવી ગયો છે. એક કે બે આતંકી મારવાથી કામ નહીં થાય. અમે અન્યાય સામે લડીશું, રાજનીતિ પેટ ભરવા માટે નહીં કરીએ. વાંચોઃ આતંકવાદ સામે ભારતને મળ્યો સાઉદી અરબનો સાથ, કહ્યું- અમે દરેક પ્રકારનો સહયોગ આપવા છીએ તૈયાર મેં 1982માં આત્મસમર્પણ કર્યું ત્યારે કલ્યાણસિંહ મુખ્યમંત્રી હતા. ઇન્દિરા ગાંધીની મંજૂરી મળ્યા બાદ આત્મસમર્પણ કર્યું હતું. મેં આત્મસમર્પણ કરતી વખતે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, જો ત્રણેય રાજ્યની અંદર કોઈ મહિલા કહે કે જો મલખાન સિંહે ચાંદીની વીંટિ પણ ઉતારી છે તો આ મંચની સામે જ મને ફાંસીએ લટકાવી દેજો.
વધુ વાંચો





















