શોધખોળ કરો
Advertisement
પુલવામા હુમલો: NIAએ સાતમાં આરોપી બિલાલ અહમદની કરી ધરપકડ
NIAના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ આતંકવાદીઓની પૂછપરછના આધાર પર તથા સામે આવેલા તથ્યોના આધારે બિલાલ અહમદની ધરપકડ કરવામાં આવી છે. તેના પર આ હુમલામાં સામેલ આતંકવાદીઓને લોજિસ્ટિક સપોર્ટ આપવાનો આરોપ છે.
નવી દિલ્હી: પુલવામા આંતકી હુમલા મામલે NIAએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. સાતમાં આરોપી તરીકે બિલાલ અહમદની ધરપકડ કરવામાં આવી છે. અહમદ એ શખ્સ છે જેના મોબાઈલથી પુલાવામા હુમલાના આત્મઘાતી આદિલ ડારનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. પુલવામા એટેક મામલે NIAએ કુલ 7 લોકોની ધરપકડ કરી છે.
બિલાલ અહમદ પુલવામાના કાકાપૂરાનો રહેવાસી છે. તેની પૂછપરછ માટે 10 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે. તેના પર આ હુમલામાં સામેલ આતંકવાદીઓને લોજિસ્ટિક સપોર્ટ આપવાનો આરોપ છે. NIAના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ આતંકવાદીઓની પૂછપરછના આધાર પર તથા સામે આવેલા તથ્યોના આધારે બિલાલ અહમદની ધરપકડ કરવામાં આવી છે. તેને જમ્મુ કાશ્મીરની વિશેષ એનઆઈએ કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાંથી પૂછપરછ માટે 10 દિવસના રિમાન્ડ મજૂર થયા છે.
NIAના અધિકારી અનુસાર, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, બિલાલ અહમદ પુલવામા હુમલામાં સામેલ આતંકવાદીને સપોર્ટ સિવાય રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. આ સિવાય તેણે તે આતંકવાદીઓને આતંકી સંગઠનોને સાથ આપનાર અન્ય ઓવરગ્રાઉન્ટ વર્કરોને મળ્યાવ હતા. જેમણે આ આતંકવાદીઓને પોતાના ઘરે આશ્રય આપ્યો હતો અને પુલવામા એટેકનું કાવતરુ રચ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
અમદાવાદ
સમાચાર
Advertisement