શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પુલવામાં આતંકી હુમલો: શહીદ જવાનના પિતાએ કહ્યું- દેશની સેવામાં બીજા દિકરાને પણ મોકલીશ, પરંતુ.....
પટના: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંવાદી હુમલામાં શહીદ જવાનોની સંખ્યા વધીને 40 થઈ છે. જેમાં બિહારના ભાગલપુર રતન ઠાકુર અને પટના જિલ્લાના મસૌઢીના સંજય સિંહ પણ સામેલ છે. બંનેના પરિવારજનોની ખુબ જ દુખી છે. પરંતુ દેશના નામ પર વધુ જીવ આપવા માટે તૈયાર છે.
પટનાથી 226 કિલોમીટર દૂર અમદંદાના રતનપુર ગામમાં રતન ઠાકુરના પિતાએ કહ્યું, તે પોતાનો બીજો દિકરો પણ દેશની સેવા માટે મોકલશે, પરંતુ પાકિસ્તાનને એવો જવાબ મળવો જોઈએ કે ત્યાંની સરકાર તેને યાદ રાખે.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આતંકી હુમલા પર કહ્યું, સમગ્ર દેશ એકજૂટ છે અને મને વિશ્વાસ છે કે તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે. શહીદોના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના છે, તેમની શહીદી નાકામ નહી જાય, દેશ તેનો જવાબ આપશે. મુખ્યમંત્રીએ બંને શહીદ જવાનોના પરિવારજનોને કોઈપણ પ્રકારની મદદની જાહેરાત નથી કરી. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં IED વિસ્ફોટથી સીઆરપીએફની એક બસને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલામાં સીઆરપીએફના 40 કરતા વધારે જવાન શહીદ થયા હતા.CRPF Personnel Ratan Thakur's (who lost his life in #PulwamaTerrorAttack ) father in Bhagalpur: I have sacrificed a son in Mother India's service, I will send my other son as well to fight, ready to give him up for Mother India, but Pakistan must be given a befitting reply.#Bihar pic.twitter.com/rI6cM38Agh
— ANI (@ANI) February 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion