શોધખોળ કરો
Advertisement
પુલવામાં હુમલાની બીજી વરસી પર મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ, જમ્મુમાંથી મળી આવ્યો 7 કિલો વિસ્ફોટક
પુલવામા હુમલાની બીજી વરસી પર સુરક્ષા દળોએ રવિવારે જમ્મુના બસ સ્ટેન્ડ પરથી ભારે પ્રમાણમાં વિસ્ફોટક જપ્ત કર્યા છે. જો કે, આ વિસ્ફોટક અને તેની માત્રાને લઈને હજીસુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
પુલવામા હુમલાની બીજી વરસી પર સુરક્ષા દળોએ રવિવારે જમ્મુના બસ સ્ટેન્ડ પરથી ભારે પ્રમાણમાં વિસ્ફોટક જપ્ત કર્યા છે. જો કે, આ વિસ્ફોટક અને તેની માત્રાને લઈને હજીસુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે આ વિસ્ફોટક મળી આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે, આતંકવાદીઓ પુલવામા હુમલાની બીજી વરસી પર મોટો આતંકી હુમલો કરવાની તૈયારીમાં હતા.
જમ્મુમાં તીવ્ર આતંકવાદી પ્રવૃત્તિઓને કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સજાગ થઈ ગઈ છે. સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સાથે જ કાશ્મીર ઘાટીમાં રહેતા એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેણે બતાવેલી જગ્યાએથી જ વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે અનંતનાગ પોલીસે સાંબા વિસ્તારમાંથી ધ રજિસ્ટ્રેશન ફ્રન્ટના આતંકવાદી ઝહુર અહેમદ રાઠેરની ધરપકડ કરી હતી. રાઠેર પર ભાજપના ત્રણ કાર્યકરો અને પોલીસકર્મીની હત્યા કરવાનો આરોપ છે. રાઠેર પીઓકેમાં આતંકની તાલીમ લીધી હતી અને ત્યારબાદ રાજૌરી વિસ્તારમાં ઘુસણખોરી કરીને તે ભારતમાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement