શોધખોળ કરો
Advertisement
પુલવામા હુમલો: મુંબઈ ફિલ્મ સિટીમાં બ્લેક ડે, ક્રિકેટરો પણ થયા સામેલ
મુંબઈ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો થયા છે. આ શહીદોને મુંબઈ ફિલ્મ સિટીમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પલોય FWICE ના 24 સંગઠનોએ આતંકી હુમલા વિરુદ્ધ બ્લેક-ડેની જાહેરાત કરી હતી. રવિવારે બપોરે 2થી 4 વાગ્યા સુધી ફિલ્મ સિટીમાં શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શનનું કામ થયું નહતું. આ દરમિયાન ક્રિકેટર સુરેશ રૈના, વીરેન્દ્ર સહેવાગ, મોહમ્મદ કૈફ અને હરભજન સિંહ પણ સામેલ થયા હતા.
બ્લેક ડે દરમિયાન ફિલ્મ સિટીમાં આઈપીએલ માટે શૂટિંગ ચાલી રહ્યું હતું. તેમાં વીરેન્દ્ર સહેવાગ, વીવીએસ લક્ષ્મણ. હરભજન સિંહ અને સુરેશ રૈના પણ હાજર હતાં. ક્રિકેટરોએ શૂટિંગ રોકીને સિનેકર્મીઓ સાથે આતંકી હુમલા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલોયના અધ્યક્ષ બીએન તિવારીએ જાણકારી આપી હતી કે શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે કલાકારોની સાથે ક્રિકેટના ખેલાડીઓ પણ પહોંચ્યાં હતા. અમે દેશના દુશ્મનોને દેખાડવા માંગીએ છીએ કે આ દુખની ઘટનામાં દેશના જવાનો સાથે ઉભા છીએ.#FWICE starts showing its solidarity to our #martyrs Of #PulwamaAttack. 24 crafts get together to condemn terror act of #Pakistan at Filmcity. pic.twitter.com/QOT2LLm1iK
— Ashoke Pandit (@ashokepandit) February 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement