Punjab : અમૃતપાલ તૈયાર કરતો 'માનવ બોમ્બ', અપાતી હતી ટ્રેનિંગ : રિપોર્ટમાં ખુલાસો
પંજાબ પોલીસ ખાલિસ્તાનના કટ્ટર સમર્થક એવા અમૃતપાલને ઝડપી પાડવા ભારે જહેમત ઉઠાવી રહી છે. અમૃતપાલને જબ્બે કરવા પોલીસ અનેકસ્થળે દરોડા પાડી રહી છે.
પંજાબ પોલીસ ખાલિસ્તાનના કટ્ટર સમર્થક એવા અમૃતપાલને ઝડપી પાડવા ભારે જહેમત ઉઠાવી રહી છે. અમૃતપાલને જબ્બે કરવા પોલીસ અનેકસ્થળે દરોડા પાડી રહી છે. જેમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. હવી ઈન્ટેલિજન્સે જણાવ્યું હતું કે, ખાલિસ્તાન તરફી પ્રચારક અમૃતપાલ સિંહ શસ્ત્રોનો સંગ્રહ કરવા અને આત્મઘાતી હુમલા માટે યુવાનોને તૈયાર કરવા માટે વ્યસન મુક્તિ કેન્દ્રો અને ગુરુદ્વારાનો ઉપયોગ કરી રહ્યો હતો. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી.
જુદી જુદી સુરક્ષા એજન્સીઓ સાથે ડોઝિયર (વ્યક્તિ, ઘટના અથવા વિષય પર વિગતવાર માહિતી ધરાવતી ફાઇલ) તૈયાર કરવામાં આવે છે. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સિંહ મુખ્યત્વે 'ખાડકુ' અથવા 'માનવ બોમ્બ' બનાવવા માટે યુવાનોને તૈયાર કરવામાં સામેલ હતો. સિંહ કથિત રીતે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને વિદેશમાં રહેતા ખાલિસ્તાન સહાનુભૂતિ ધરાવતા લોકોના કહેવાથી ગયા વર્ષે દુબઈથી ભારત પરત ફર્યો હતો. ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ કહે છે કે, ખાલિસ્તાન તરફી ઉપદેશક અમૃતપાલ સિંહ શસ્ત્રોનો સંગ્રહ કરવા અને આત્મઘાતી હુમલા માટે યુવાનોને તૈયાર કરવા માટે વ્યસન મુક્તિ કેન્દ્રો અને ગુરુદ્વારાનો ઉપયોગ કરી રહ્યો હતો.
પંજાબ સરકાર દ્વારા તેમના સંગઠન 'વારિસ પંજાબ દે' વિરુદ્ધ શનિવારે કરાયેલી કાર્યવાહી બાદથી સ્વયંભૂ કટ્ટરવાદી ઉપદેશક ફરાર છે. આ કાર્યવાહી હેઠળ સંગઠનના 78 સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. પંજાબની સ્થિતિ પર દેખરેખ રાખનારા નિષ્ણાતો અને અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન અમૃતપાલ સિંહ જેવા પોતાના લોકોને સક્રિય કરીને ભારતથી ધ્યાન હટાવવાના તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. ભારત સામે લડાયેલા દરેક યુદ્ધમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
કેસની તપાસ દરમિયાન સિંહ દ્વારા સ્થાપિત કહેવાતા આનંદપુર ખાલસા ફ્રન્ટ (AKF) માટે લાવવામાં આવેલા શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસે યુનિફોર્મ અને જેકેટ પણ જપ્ત કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, કટ્ટરપંથી શીખ ઉપદેશકની કારમાંથી શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો જેને "એકેએફ" ચિહ્નિત કરવામાં આવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે 'વારિસ પંજાબ દે' દ્વારા સંચાલિત અનેક વ્યસન મુક્તિ કેન્દ્રો અને અમૃતસરમાં એક ગુરુદ્વારામાં શસ્ત્રોનો ગેરકાયદેસર સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વ્યસન મુક્તિ કેન્દ્રોમાં દાખલ થયેલા યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને 'ગન કલ્ચર' તરફ ધકેલવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમને માર્યા ગયેલા આતંકવાદી દિલાવર સિંહના માર્ગને અનુસરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા, જેમણે પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બિઅંત સિંહની આત્મઘાતી હુમલામાં હત્યા કરી હતી.
કટ્ટરપંથી ઉપદેશક માર્યા ગયેલા આતંકવાદીઓના 'શહીદ મેળાવડા'માં હાજરી આપતા હતા. જ્યાં તેઓ તેમને "પંથ"ના તથાકથિત "શહીદો" તરીકે ગણાવવામાં આપતા હતા અને શસ્ત્રોના ઉપયોગની પ્રશંસા કરતા હતા.