શોધખોળ કરો

પંજાબમાં ભાજપના ધારાસભ્યને ખેડૂતોએ ફટકારી કપડાં ફાડીને મોં કાળુ કર્યુ, જાણો વિગત

આ મામલે પંજાબમાં ભારે હોબાળો મચ્યો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો કે જવાબદાર લોકો સામે પગલાં ભરવાની માગ ઉઠી હતી. મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ ઘટનામાં તપાસના આદેશ આપ્યા હતા અને હુમલાખોરો સામે સખ્ત કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો હતો.

મુક્તાસરઃ પંજાબના મુક્તસાર જિલ્લામાં આવેલા મલોટ શહેરમાં ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ પર આંદોલનકારી ખેડૂતોએ હુમલો કર્યો હતો. ધારાસભ્યને માર મારીને તેના કપડાં ફાડી  નાંખીને મોં કાળું કર્યુ હતું.  પંજાબની અબોહર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ મલોટમાં પંજાબ સરકારની નીતિઓના વિરોધમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. પ્રેસ કોન્ફરન્સ શરૂ થાય તે પહેલાં જ પ્રદર્શનકારી ખેડૂતોએ ઘટનાસ્થળે હોબાળો મચાવ્યો હતો.  

કેન્દ્ર સરકારના કાયદાઓથી નારાજ ખેડૂતોએ ધારાસભ્યને નિશાન બનાવીને તેના કપડાં ફાડી નાખ્યા હતા. ઘટનાસ્થળે ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. પોલીસે ધારાસભ્યને ખેડૂતો પાસેથી છોડાવ્યા હતા. આંદોલનકારી ખેડૂતોએ અન્ય બે ભાજપના નેતાઓને પણ નિશાન બનાવ્યા હતા. એ નેતાઓને ઈજા પહોંચી છે.

આ મામલે પંજાબમાં ભારે હોબાળો મચ્યો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો કે જવાબદાર લોકો સામે પગલાં ભરવાની માગ ઉઠી હતી. મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ ઘટનામાં તપાસના આદેશ આપ્યા હતા અને હુમલાખોરો સામે સખ્ત કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો હતો.

પોલીસ વડાએ કહ્યું હતું કે આ ઘટનામાં શંકાસ્પદ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમના સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. વાયરલ થઈ રહેલાં વીડિયોના આધારે આરોપીઓની ઓળખની પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનું પોલીસે કહ્યું હતું.

આ ઘટના પર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરૂણ ચુઘે અમરિંદરની નેતૃત્વવાળી સરકાર પર નિશાન સાધ્યું હતું અને રાજ્યમાં કાનૂન અને વ્યવસ્થા પૂરી રીતે ભાંગી પડી હોવાનો દાવો કર્યો હતો. તેમણે ભાજપનો અવાજ દબાવવા માટે આ પ્રકારના હુમલા થઈ રહ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

હરિયાણા અને ઉત્તરપ્રદેશને સાંકળતી દિલ્હીની બોર્ડર પર ગત નવેમ્બરથી હજારો ખેડૂતો કૃષિ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે અને તેને પરત લેવાની માંગ કરી રહ્યા છે.

Gujarat Vaccination: દેશમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાતે નોંધાવ્યો આ મોટો રેકોર્ડ, જાણો કઈ બાબતે દેશમાં ચોથા ક્રમે પહોંચ્યું?

Holi Guidelines: આ વખતે અમદાવાદમાં નહીં જામે હોળી-ધૂળેટીનો રંગ, જાણો શું છે સરકારની નવી ગાઈડલાઈન્સ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ

રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...

ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

Embed widget