Holi Guidelines: આ વખતે અમદાવાદમાં નહીં જામે હોળી-ધૂળેટીનો રંગ, જાણો શું છે નવી ગાઈડલાઈન્સ
Corona Holi 2021 Guidelines: હોળી પર્વ બાદ ધૂળેટી પર્વ ઉપર લોકો એકબીજા ઉપર રંગોની છોળો ઉડાડતા હોય છે. પરંતુ કોરોના મહામારીને લઈ ધૂળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામુહિક કાર્યક્રમ ઉપર સરકાર દ્વારા રોક લગાવવામાં આવી છે.
અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના(Gujarat Corona Cases) કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. અમદાવાદમાં (Ahmedabad Corona Cases) છેલ્લા બે-ત્રણ દિવસથી 600થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે હોળી (Holi 2021) અને સોમવારે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે, પરંતુ પર્વની તમામ ઉજવણીઓ ઉપર પાબંદી મુકતો પરીપત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શનિવારે કરવામાં આવ્યો છે.બે દિવસ માટે સરકારની ગાઈડલાઈનના (Holi Guidelines) ઓથા હેઠળ તમામ કલબો.સ્વીમીંગ પુલ,પાર્ટી પ્લોટો અને મંદિર તથા હવેલીઓમાં પર્વ નિમિત્તે ઉજવવામાં આવતા તમામ કાર્યક્રમો ઉપર પાબંદી લગાવી દેવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation) ના સોલીડ વેસ્ટ વિભાગ (Solid Waste Department) તરફથી શનિવારે એક પરીપત્ર જારી કરવામાં આવ્યો છે.જે મુજબ,શહેરમાં કોરોનાના વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં લઈ રાજય સરકારની ગાઈડલાઈન મુજબ,28 અને 29 માર્ચના રોજ શહેરમાં તમામ પ્રકારની જાહેર ઉજવણી પર્વ નિમિત્તે કરી શકાશે નહીં એવો આદેશ કરવામાં આવ્યો છે.
હોળી-ધૂળેટી પર શું રહેશે બંધ (Corona Holi 2021 Guidelines)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 28 માર્ચ રવિવાર અને 29 માર્ચ સોમવારના રોજ શહેરમાં જે પ્રવૃત્તિ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આ મુજબ છે.
- તમામ કલબો સદંતર બંધ રહેશે.
- તમામ સરકારી અને ખાનગી સ્વીમીંગ પુલો બંધ રહેશે.
- મોટી સોસાયટીઓ તેમજ બંગલાઓમાં મોટી સંખ્યામાં ટોળા વળી પાણી કે કલર વડે હોળી રમવાની કરવામાં આવતી ઉજવણી બંધરાખવાની રહેશે.
- પાર્ટી પ્લોટોમાં ઉજવણી બંધ રહેશે.
- સમાજની વાડીમાં કરવામાં આવતા ઉજવણીના કાર્યક્રમો બંધ રાખવાના રહેશે.
- મોટા મંદિરો-હવેલીઓમાં ફુલ-કલરથી કરવામાં આવતાં ઉત્સવો બંધ રાખવાના રહેશે.
- જાહેર રસ્તાઓ ઉપર હોળી રમી શકાશે નહીં.
- જાહેર રસ્તા ઉપર ટોળા વળી હોળી નિમિત્તે પૈસા ઉઘરાવવાની પ્રવૃત્તિ કરી શકાશે નહીં.
હોળી પર્વ બાદ ધૂળેટી પર્વ ઉપર લોકો એકબીજા ઉપર રંગોની છોળો ઉડાડતા હોય છે. પરંતુ કોરોના મહામારીને લઈ ધૂળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામુહિક કાર્યક્રમ ઉપર સરકાર દ્વારા રોક લગાવવામાં આવી છે. જે મુજબ લોકો પોતાના ઘરમાં જ રહી ધૂળેટી પર્વની ઉજવણી કરશે. ધૂળેટી પર્વ દરમ્યાન જાહેરમાં ઉજવણી ન થાય અને સરકારની ગાઈડલાઈનનું પાલન થાય તે હેતુથી ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે તેમજ પોલીસ દ્વારા પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવશે.
અમદાવાદમાં શું કોરોનાની સ્થિતિ
એક સમયે કોરોનાનું હોટસ્પોટ (Corona Hotspot) રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 612 નવા કેસ અને 547 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 2,343 પર પહોંચ્યો છે.