શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહે સ્વીકાર્યું નવજોતસિંહ સિદ્ધુનું રાજીનામું
CM અમરિંદર સિંહ અને નવજોત સિદ્ધુ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. લોકસભા ચૂંટણીમાં પંજાબમાં કોગ્રેસને સારી બેઠકો નહી મળવાનો દોષ અમરિંદર સિંહે સિદ્ધુ પર ઢોળ્યો હતો અને કેન્દ્રિય નેતૃત્વ વિરુદ્ધ સિદ્ધુ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ચંદીગઢ: પંજાબમાં ચાલી રહેલા નાટકીય ઘટનાક્રમ બાદ છેવટે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શનિવારે નવજોત સિંહ સિદ્ધુનું રાજીનામું સ્વીકારી લીધું છે. નવજોતસિંહ સિદ્ધુએ મંત્રી પદેથી પોતાનું રાજીનામું પહેલા કોગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોકલ્યું હતું. જો કે બાદમાં મુખ્યમંત્રીને પણ મોકલાવ્યું હતું. જેને તેમણે સ્વીકારી લીધું છે. સીએમ કેપ્ટન અમરિંદરસિંહે તેને રાજ્યપાલ વિજયેન્દ્ર પાલ સિંહેને મોકલ્યું હતું.
નવજોતસિંહ સિદ્ધુએ ગત સપ્તાહમાં ટ્વિટ કરી જણાવ્યું હતું તેમણે પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. સિદ્ધુએ જણાવ્યું હતું કે, તેણે પોતાનું રાજીનામું 10 જૂનના રોજ રાહુલ ગાંધીને સોંપ્યું હતું. જો કે તેના પાછળ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. સિદ્ધુએ મુખ્યમંત્રીની જગ્યાએ રાહુલ ગાંધીને શા માટે મોકલ્યું, જો કે તેઓ હવે કૉંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી ચુક્યા છે.My letter to the Congress President Shri. Rahul Gandhi Ji, submitted on 10 June 2019. pic.twitter.com/WS3yYwmnPl
— Navjot Singh Sidhu (@sherryontopp) July 14, 2019
મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને નવજોત સિદ્ધુ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. લોકસભા ચૂંટણીમાં પંજાબમાં કોગ્રેસને સારી બેઠકો નહી મળવાનો દોષ અમરિંદર સિંહે સિદ્ધુ પર ઢોળ્યો હતો અને કેન્દ્રિય નેતૃત્વ વિરુદ્ધ સિદ્ધુ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એટલું જ નહી મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણી બાદ છ જૂનના રોજ થયેલી કેબિનેટની પ્રથમ જ બેઠકમાં સિદ્ધુ સહિત અનેક મંત્રીઓના વિભાગ બદલ્યા હતા. સિદ્ધુ પાસે પહેલા સ્થાનિક સ્વશાસન વિભાગ હતો પરંતુ બાદમાં તેમને ઉર્જા અને નવીનીતકરણ ઉર્જા વિભાગ સોંપાયો હતો.Punjab Chief Minister Captain Amarinder Singh accepts Navjot Singh Sidhu’s resignation as State Minister. CM has forwarded his resignation to Governor of Punjab Vijayender Pal Singh Badnore. pic.twitter.com/oOTWCLbgDm
— ANI (@ANI) July 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion