Punjab News: પંજાબમાં ' one MLA one Pension' બિલને રાજ્યપાલે આપી મંજૂરી, CM ભગવંત માને કર્યું ટ્વિટ
પંજાબમાં એક કરતાં વધુ પેન્શન આપતો દાયકાઓ જૂના કાયદાને ખત્મ કરી દેવામાં આવ્યો છે
Punjab News: પંજાબમાં એક કરતાં વધુ પેન્શન આપતો દાયકાઓ જૂના કાયદાને ખત્મ કરી દેવામાં આવ્યો છે. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે ' one MLA one Pension' કાયદાને મંજૂરી આપી દીધી છે. પંજાબમાં માન સરકાર દ્વારા પસાર કરાયેલા બિલને રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
Punjab approves 'One MLA-one pension' bill
— ANI (@ANI) August 13, 2022
"Governor has approved the "One MLA-One Pension" bill...Govt has issued a notification. This will save a lot of tax for the public," tweets Punjab CM Bhagwant Mann pic.twitter.com/zIyoyyjZVF
એટલે કે હવેથી ધારાસભ્યોને એક ટર્મ માટે જ પેન્શન મળશે. આ અંગેની માહિતી આપતાં મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને કહ્યું હતું કે 'મને પંજાબીઓને જણાવતા ખૂબ જ આનંદ થઇ રહ્યો છે કે માનનીય રાજ્યપાલ જીએ ' one MLA one Pension' બિલને મંજૂરી આપી દીધી છે. નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આનાથી જનતાના ટેક્સની ઘણી બચત થશે.
ਮੈਨੂੰ ਪੰਜਾਬੀਆਂ ਨੂੰ ਇਹ ਦੱਸਦਿਆਂ ਬਹੁਤ ਖੁਸ਼ੀ ਹੋ ਰਹੀ ਹੈ ਕਿ ਮਾਣਯੋਗ ਰਾਜਪਾਲ ਸਾਹਬ ਜੀ ਨੇ ‘ਇੱਕ ਵਿਧਾਇਕ- ਇੱਕ ਪੈਨਸ਼ਨ “ ਵਾਲੇ ਗਜ਼ਟ ਨੋਟੀਫਿਕੇਸ਼ਨ ਨੂੰ ਮਨਜ਼ੂਰੀ ਦੇ ਦਿੱਤੀ ਹੈ…ਇਸ ਨਾਲ ਲੋਕਾਂ ਦੇ ਟੈਕਸ ਦਾ ਬਹੁਤ ਪੈਸਾ ਬਚੇਗਾ… pic.twitter.com/fNIQugyKIz
— Bhagwant Mann (@BhagwantMann) August 13, 2022
250 ભૂતપૂર્વ ધારાસભ્યો પેન્શન સેવાનો લાભ લઈ રહ્યા છે
એક કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ કોઈપણ ધારાસભ્યને પેન્શન તરીકે 75 હજાર રૂપિયા મળે છે. ત્યારબાદ આગામી કાર્યકાળ માટે એ 75 હજાર સિવાય 66 ટકા પેન્શન રકમ મળે છે. આ બિલ પહેલા નિયમ એ હતો કે જો કોઈ ધારાસભ્ય પાંચ વખત ચૂંટણી જીતે છે તો તે પાંચ વખત પેન્શન સેવાનો લાભ મળતો હતો. હાલમાં લગભગ 250 પૂર્વ ધારાસભ્યો પેન્શન સેવાનો લાભ લઈ રહ્યા છે. આ નવો કાયદો લાગુ થયા બાદ હવેથી એક ધારાસભ્યને માત્ર એક જ પેન્શન મળશે.
SURAT: સુરતની કિરણ હોસ્પિટલે કરી મોટી જાહેરાત, આ લોકોની વિના મૂલ્યે થશે સર્જરી
KUTCH: શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ આવી વિવાદમાં, ગુજરાતના આ સંતને મળી માથું ધડથી અલગ કરવાની ધમકી