શોધખોળ કરો
પંજાબ : 15 દિવસ માટે ‘રેલ રોકો આંદોલન’ બંધ રાખવા ખેડૂતો તૈયાર, મુખ્યમંત્રીએ નિર્ણયને આવકાર્યો
ખેડૂત આંદોલનના કારણે છેલ્લા 52 દિવસથી પેસેન્જર ટ્રેન અને માલગાડીની અવરજવર સંપૂર્ણ બંધ છે.

ચંદીગઢ: પંજાબ સરકારની અપીલ પર ખેડૂતો 15 દિવસ માટે ‘રેલ રોકો આંદોલન’ બંધ કરવા તૈયાર થયા છે. જો કે, તેઓએ કહ્યું કે, માંગ નહીં પૂરી થાય તો ફરી પ્રદર્શન કરીશે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ સાથે કિસાન સંગઠનોની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ખેડૂત આંદોલનના કારણે છેલ્લા 52 દિવસથી પેસેન્જર ટ્રેન અને માલગાડીની અવરજવર સંપૂર્ણ બંધ છે.
અમરિન્દર સિંહે ટ્વીટ કરીને કહ્યું કે, “ખેડૂત સંગઠનો સાથે એક સાર્થક બેઠક થઈ. મને જણાવતા ખુશી છે કે 23 નવેમ્બરની રાતથી ખેડૂત સંગઠને 15 દિવસ માટે રેલ રોકો આંદોલન સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. હું આ પગલાને આવકારું છું કારણ કે આ આપણી અર્થવ્યવસ્થાને સામાન્ય સ્થિતિ શરૂ કરશે. હું કેન્દ્ર સરકારને પંજાબ માટે રેલ સેવા ફરી શરુ કરવાનો આગ્રહ કરું છું. ”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
