શોધખોળ કરો
Advertisement
રાફેલ વિવાદ: કૉંગ્રેસનો આરોપ- PM મોદીએ નિયમ બદલ્યા, બેન્ક ગેરંટી હટાવી
નવી દિલ્હી: રાફેલ ડીલ મામલે કૉંગ્રેસે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસે પીએમ મોદી પર આરોપ લગાવ્યો છે કે મોદીએ અધિકારીઓ, રક્ષામંત્રી અને રક્ષા પરિષદના મત વિરુદ્ધ વિમાનોની બેંચમાર્ક પ્રાઈઝ વધારી દીધી. પીએમ મોદીએ રાફેલની બેન્ક ગેરન્ટી પણ હટાવી દીધી અને મધ્યસ્થતાના નિયમોને બદલી દીધા. જે દેશની સુરક્ષા સાથે ખિલવાડ છે.
કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલએ રાફેલ મામલે સંયુક્ત સંસદીય સમિતિની તપાસની માંગ કરતા સવાલ ઉઠાવ્યો કે, વડાપ્રધાન કોને ફાયદો કરવાનું કામ કર્યું?. સુરજેવાલાએ કહ્યું, દેશના કાયદા મંત્રાલય અને રક્ષા મંત્રાલયના અધિકારીઓના લેખિત સલાહ બાદ પણ ચોકીદારે ચોર દરવાજાથી સોદો બદલી દીધો. વિમાનની બેન્ચમાર્ચ કિંમત વધારી 62 હજાર કરોડ રૂપિયાથી વધુ કરી દીધી, જ્યારે કૉંગ્રેસના સમયે ઓછી કિંમત હતી.
સુરજેવાલાએ કહ્યું, તત્કાલીન રક્ષામંત્રી મનોહર પર્રિકરે પણ કિંમતમાં થયેલો વધારો માનવાનો ઇનકાર કરી દીધો. સુરજેવાલાનો દાવો છે કે, રક્ષા પરિષદે વિમાનની વધેલી કિંમતનો સ્વીકાર નથી કર્યો અને દસ્તાવેજો વડાપ્રધાન પાસે મોકલી દીધા. તેના બાદ પણ વડાપ્રધાને વધેલી કિંમતનો સ્વીકાર કર્યો. તેમણે કહ્યું,
બેન્ક ગેરન્ટી પણ માફ કરી દીધી જે દેશની સુરક્ષા સાથે છેડછાડ છે. કાયદા મંત્રાલયે સલાહ આપી હતી કે બેન્ક ગેરન્ટી ફ્રાન્સની સરકાર પાસેથી લેવામાં આવે.
કૉંગ્રેસ નેતાએ કહ્યું, વડાપ્રધાને રાફેલની બેન્ચમાર્ક પ્રાઈસ 39,422 કરોડથી વધારી 62,166 રૂપિયા કરી દીધી. રક્ષામંત્રી સહિત સેનાના ત્રણેય સેનાઓના વડાએ આ રાફેલની વધેલી કિંમતને માનવાનો ઇનકાર કરી દીધો. આ તમામ વાતો બાદ પણ વડાપ્રધાને મંજૂરી આપી દીધી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement