શોધખોળ કરો

ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાને મોટો ફટકો: 24 કલાકમાં ઇન્સ્ટાગ્રામ પર 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા

Raghav Chadha joins BJP: આમ આદમી પાર્ટી છોડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરતા યુવાનોમાં ભારે રોષ; સોશિયલ મીડિયા પર #UnfollowRaghavChadha ટ્રેન્ડ થયો, ચઢ્ઢાએ જૂની એન્ટી-મોદી પોસ્ટ ડિલીટ કરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાઘવ ચઢ્ઢાના ભાજપમાં જોડાવા બાદ ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ ઘટ્યા.
  • યુવાનોમાં પ્રિય ચઢ્ઢાની લોકપ્રિયતાને મોટો ઝટકો લાગ્યો.
  • પીએમ મોદી વિરુદ્ધની જૂની પોસ્ટ ડિલીટ કરવા મુદ્દે ટીકા.
  • ડિલિવરી બોય બનીને સામાન્ય લોકોના પ્રશ્નો ઉઠાવ્યા હતા.

Raghav Chadha joins BJP: આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભાજપમાં જોડાવું રાઘવ ચઢ્ઢાને ભારે પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અન્ય 6 રાજ્યસભા સાંસદો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ દિલ્હીના રાજકારણમાં તો મોટો ભૂકંપ આવ્યો છે, પણ સાથે જ ચઢ્ઢાની લોકપ્રિયતાને બહુ મોટો ઝટકો લાગ્યો છે. યુવાનોમાં ખાસ લોકપ્રિય એવા રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાયાના માત્ર 24 કલાકમાં જ ઇન્સ્ટાગ્રામ પર 10 લાખ (1 મિલિયન) ફોલોઅર્સ ગુમાવ્યા છે. સોશિયલ મીડિયા પર લોકોનો તેમના વિરુદ્ધ ગુસ્સો ફાટી નીકળ્યો છે અને પીએમ મોદી વિરુદ્ધની જૂની પોસ્ટ ડિલીટ કરવા મુદ્દે તેમની ભારે ટીકા થઈ રહી છે.

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના ફોલોઅર્સ એ કોઈપણ નેતાની લોકપ્રિયતાનું મોટું માપદંડ હોય છે. રાઘવનો ભાજપમાં જવાનો નિર્ણય યુવાનો અને ખાસ કરીને 'જનરેશન ઝેડ' (Gen-Z) ને જરાય પસંદ આવ્યો નથી. શુક્રવાર સુધી ઇન્સ્ટાગ્રામ પર તેમના 14.6 મિલિયન ફોલોઅર્સ હતા, જે લોકોના અનફોલો કરવાને કારણે શનિવારે બપોરે 1 વાગ્યા સુધીમાં ઘટીને 13.5 મિલિયન થઈ ગયા. આ અંગે NCP (SP) ના પ્રવક્તા અનિશ ગાવંડેએ પણ કટાક્ષ કરતા કહ્યું કે, "ઇન્ટરનેટ તમને રાતોરાત હીરો બનાવી શકે છે, તો તે તમને ખતમ પણ કરી શકે છે."

લોકો કેમ રાઘવ ચઢ્ઢાને આટલા પસંદ કરતા હતા?

રાઘવ ચઢ્ઢાની યુવાનોમાં એક અલગ જ ઇમેજ હતી. તેઓ સંસદમાં એવા મુદ્દા ઉઠાવતા હતા જે સીધા સામાન્ય લોકોના રોજિંદા જીવન સાથે જોડાયેલા હોય અને જેને મોટાભાગે રાજકારણમાં અવગણવામાં આવતા હોય. જેમ કે, એરપોર્ટ પર મળતા મોંઘા સમોસા, પિતૃત્વ રજા (Paternity Leave), ટ્રાફિકની સમસ્યા, ટેલિકોમ કંપનીઓની ડેટા લિમિટ અને ગીગ વર્કર્સનું (ડિલિવરી બોય) શોષણ.

થોડા સમય પહેલા જ ડિલિવરી પાર્ટનર્સની સમસ્યા સમજવા માટે તેઓ જાતે એક દિવસ માટે 'બ્લિંકિટ' ડિલિવરી બોય પણ બન્યા હતા. તેમના આ પ્રયાસોને લીધે જ સરકારે 10 મિનિટની ફરજિયાત ડિલિવરીનો નિયમ હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ બધા કામોથી તેમની એક યુવા અને 'લોકનેતા' તરીકેની છબી મજબૂત બની હતી.

BJP में जाते ही राघव चड्ढा को लगा झटका, महज 24 घंटों में गंवाए 10 लाख फॉलोअर्स

અલગ પાર્ટી બનાવવાની હતી માંગ

જ્યારે AAP દ્વારા તેમને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવાયા, ત્યારે તેમને જનતાનો ભારે સપોર્ટ મળ્યો હતો. ચાહકો સોશિયલ મીડિયા પર તેમને પોતાની અલગ 'Gen-Z પાર્ટી' બનાવવાની સલાહ આપી રહ્યા હતા અને ચેતવણી પણ આપી હતી કે જો તેઓ બીજી પાર્ટીમાં જશે તો નફરતનો સામનો કરવો પડશે. રાઘવે આ આઈડિયાને સારો પણ ગણાવ્યો હતો, પરંતુ અચાનક તેમણે ભાજપ પસંદ કરી લેતા ચાહકોનો મોહભંગ થયો છે.

જૂની પોસ્ટ્સ ડિલીટ કરી

હાલત એ છે કે સોશિયલ મીડિયા પર #UnfollowRaghavChadha જોરદાર ટ્રેન્ડ કરી રહ્યું છે. માઉન્ટ એલ્બ્રસ પર ઓક્સિજન વિના 24 કલાક વિતાવનાર જાણીતા પર્વતારોહક રોહતાશ ખિલેરી જેવા અનેક ઇન્ફ્લુએન્સર્સે તેમને અનફોલો કરી દીધા છે. લોકોએ એ પણ નોંધ્યું છે કે ચઢ્ઢાએ પોતાના એકાઉન્ટ પરથી પીએમ મોદી અને ભાજપની ટીકા કરતી તમામ જૂની પોસ્ટ ડિલીટ કરી દીધી છે. આ મામલે AAP નેતા સૌરભ ભારદ્વાજે પણ ટોણો મારતા કહ્યું કે, "હવે રાઘવની પ્રોફાઇલ પર 'મોદી' નામની માત્ર 2 જ પોસ્ટ બચી છે, અને તે બંને વડાપ્રધાનના વખાણ કરતી પોસ્ટ છે."

Frequently Asked Questions

રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાતા કેટલા ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ગુમાવ્યા?

રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાવાના માત્ર 24 કલાકમાં જ ઇન્સ્ટાગ્રામ પર 10 લાખ (1 મિલિયન) ફોલોઅર્સ ગુમાવ્યા છે.

રાઘવ ચઢ્ઢા યુવાનોમાં શા માટે લોકપ્રિય હતા?

રાઘવ ચઢ્ઢા સંસદમાં એવા મુદ્દા ઉઠાવતા હતા જે સામાન્ય લોકોના રોજિંદા જીવન સાથે જોડાયેલા હોય, જેમ કે મોંઘા સમોસા, પિતૃત્વ રજા અને ડિલિવરી બોયના શોષણ જેવા મુદ્દાઓ.

રાઘવ ચઢ્ઢાએ પીએમ મોદી અને ભાજપની ટીકા કરતી જૂની પોસ્ટ્સ કેમ ડિલીટ કરી?

ભાજપમાં જોડા્યા બાદ, રાઘવ ચઢ્ઢાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પીએમ મોદી અને ભાજપની ટીકા કરતી તમામ જૂની પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે.

શું રાઘવ ચઢ્ઢાને અલગ પાર્ટી બનાવવાની સલાહ મળી હતી?

હા, જ્યારે AAP દ્વારા તેમને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવાયા, ત્યારે તેમના ચાહકો તેમને પોતાની અલગ 'Gen-Z પાર્ટી' બનાવવાની સલાહ આપી રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Embed widget