શોધખોળ કરો
શાહિદની ફિલ્મ 'ઉડતા પંજાબ'ને રાહુલ ગાંધી અને અરવિંદ કજરીવાલનું સમર્થન
નવી દિલ્લીઃ પંજાબમાં શાહિદ કપુરની આવનાર ફિલ્મ 'ઉડતા પંજાબ'ના ટાઇટલમાંથી પંજાબ શબ્દ દૂર કરવા માટે વિવિધ પક્ષો એક થઇ ગયા છે. પંજાબમાં 'ઉડતા પંજાબ' ફિલ્મને લઇને વિવાદ થયો છે. ત્યારે આ મુદ્દે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાજપ અને અકાલી દળ પર નિશાન સાધ્યું છે. તેમણે પંજાબની અકાલી-બીજેપી સરકાર પર સેંસરશિપના દૂરપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, "હું તેમની સાથે સહમત છું." કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ફિલ્મનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, પંજાબમાં ડ્રગ્સની સમસ્યા વધારે પડતી છે, ફિલ્મ સેંસર કરવાથી સમસ્યાનું નિરાકરણ નહી થાય, આના માટે સત્યનો સ્વીકાર કરીને સમાધાન શોધવું પડશે. બીજી તરફ અકાલી દળે કહ્યું હતું કે, જો ફિલ્મ પંજાબીઓના સમ્માનને ઠેસ ન પહોંચાડતી હોય તો ફિલ્મના સ્ક્રીનિંગનું સ્વાગત કરીએ છીએ.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















