શોધખોળ કરો
Advertisement
RSS માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મળ્યા જામીન, બોલ્યા- "હું ખુશ છું, લડી રહ્યો છું"
મુંબઇઃ કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) માનહાનિ કેસમાં કોર્ટે જામીન આપી દીધા હતા. વર્ષ 2014માં એક ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે આરએસએસએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. આ મામલામાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
રાહુલે આજે ઠાણે જિલ્લામાં ભિવંડીમાં કોર્ટમાં પહોંચ્યા હતા. જામીન મળ્યા બાદ રાહુલે ભિવંડીમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, હું ખૂબ ખુશ છું, આજે હું લડી શકું છું અને તેમની સામે ઉભો છું. જે લોકો સામે હું લડી રહ્યો છું તેઓ ક્યારેક આઝાદીની વાત કરી રહ્યા હતા તો ક્યારેક ગુલામીની. તેઓ તમને ઝુકાવવા માંગે છે.
rahul gaનોટબંદી પર રાહુલે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, લાઇનમાં ઉભા રહીને તમારા ખિસ્સામાંથી પૈસા કઢાવવામાં આવી રહ્યા છે અને તેનાથી 15 ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરવામાં આવી રહ્યા છે. હું નામ નહીં લઉ પણ તમે જાણો છો કે હું કોની વાત કરી રહ્યો છું. મોદી ક્યારેય હસે છે તો ક્યારેક રડે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement