શોધખોળ કરો
Advertisement
ચીને ભારતની 1200 વર્ગ કિમી જમીન પર કર્યો કબ્જો, તેમ છતા PM મોદી કેમ નથી બોલતા એક પણ શબ્દ ? : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું, “વડાપ્રધાન ચીનનું નામ નથી લઈ રહ્યા કારણ કે તેઓ નથી ઈચ્છતા કે દેશના લોકોનું ધ્યાન આ મુદ્દ પર જાય કે ચીને આપણી જમીન પર કબ્જો કરી લીધો છે.”
નવી દિલ્હી: કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચીન મુદ્દે સતત મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યાં છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, ચીને ભારતની 1200 વર્ગ કિમી જમીન પર કબ્જો કરી લીધો છે. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ભારત માતાની જમીન પર કહેવા માટે એક પણ શબ્દ કેમ નથી.
રાહુલ ગાંધીએ કહ્યું, “વડાપ્રધાન ચીનનું નામ નથી લઈ રહ્યા કારણ કે તેઓ નથી ઈચ્છતા કે દેશના લોકોનું ધ્યાન આ મુદ્દા પર જાય કે ચીને આપણી જમીન પર કબ્જો કરી લીધો છે.”
ગઈકાલે પીએમ મોદીના સાંજે 6 વાગ્યાના સંબોધન પહેલા પણ રાહુલ ગાંધીએ ચીનને લઈને નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાને દેશને જણાવવું જોઈએ કે, ક્યારે ચીની સૈનિકોએ ભારતનીય સરહદમાંથી ખદેડવામાં આવશે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘આદરણીય પ્રધાનમંત્રી, આપના 6 વાગ્યના સંબોધનમાં કૃપા કરીને દેશને જણાવશો કે આપ કઈ તારીખે ચીનને ભારતના વિસ્તારમાંથી ખદેડશો.’
#WATCH PM चीन का नाम नहीं ले रहे हैं क्योंकि वो नहीं चाहते कि देश के लोगों का ध्यान इस पर जाए कि चीन ने हमारी ज़मीन पर कब्ज़ा कर लिया है। चीन ने हमारी 1200 स्क्वायर किलोमीटर ज़मीन पर कब्ज़ा किया है। PM के पास भारत माता की ज़मीन पर कहने के लिए एक भी शब्द क्यों नहीं है:राहुल गांधी https://t.co/k2tl1QPHsC pic.twitter.com/pwfvURzW5d
— ANI_HindiNews (@AHindinews) October 21, 2020
ઉલ્લેખીય છે કે, ભારત અને ચીન વચ્ચે લગભગ છેલ્લા 6 મહિનાથી તણાવ છે. આ તણાવને ઓછો કરવા બન્ને દેશો વચ્ચે સૈન્ય સ્તરે અનેક બેઠકો થઈ ચૂકી છે. બન્ને દેશોની સરહદ પર મોટી સંખ્યામાં જવાનો તૈનાત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion