શોધખોળ કરો
Advertisement
પ્રવાસી મજૂરોના મોત પર રાહુલ ગાંધીનો મોદી સરકાર પર કટાક્ષ, કહ્યું- તમે ના ગણ્યા તો શું મોત નથી થયા?
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પ્રવાસી મજૂરોના મોતને લઇને કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે.રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકાર નથી જાણતી કે લૉકડાઉનમાં કેટલા પ્રવાસી મજૂરો કેટલા મજૂરો મરી ગયા અને કેટલાની નોકરીઓ ગઇ
નવી દિલ્હીઃ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દેશભરમાં લગાવવામાં આવેલા લૉકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોનો મામલો ફરી એકવાર ગરમ થઇ ગયો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પ્રવાસી મજૂરોના મોતને લઇને કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે.રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકાર નથી જાણતી કે લૉકડાઉનમાં કેટલા પ્રવાસી મજૂરો કેટલા મજૂરો મરી ગયા અને કેટલાની નોકરીઓ ગઇ.
રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું છે- મોદી સરકાર નથી જાણતી કે લૉકડાઉનમાં કેટલા પ્રવાસી મજૂરો મર્યા અને કેટલાની નોકરીઓ ગઇ. તમે ના ગણ્યા તો શું મોત નથી થયા? હા પણ દુઃખ છે સરકાર પર અસર ના થઇ. તેમનુ મરવાનુ જોયુ જમાનાએ, એક મોદી સરકાર છે જેને ખબર ના પડી..
આ પહેલા કાલે રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે - કોરોના સંક્રમણના આંકડા આ અઠવાડિયે 50 લાખ અને એક્ટિવ કેસ 10 લાખની પાર પહોંચી જશે. અનિયોજિત લૉકડાઉન એક વ્યક્તિના અહંકારની દેન છે જેનાથી કોરોના દેશભરમાં ફેલાયો, મોદી સરકારે કહ્યું આત્મનિર્ભર બનો એટલે કે પોતાનો જીવ જાતે જ બચાવી લો,કેમકે પીએમ મોદી મોરની સાથે વ્યસ્ત છે.
સંસદના ચોમાસું સત્રના પ્રારંભમાં વિપક્ષે સરકારને લેખિતમાં સવાલ પુછ્યા હતા. એક સાંસદે સરકારને સવાલ કર્યો હતો કે કોરોનાને ફેલાતો અટકાવવા 25 માર્ચથી દેશભરમાં લાગુ કરવામાં આવેલા 68 દિવસના લોકડાઉનમાં કેટલા પ્રવાસી મજૂરોના મોત થયા છે. જેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું કે, આ અંગેના કોઇ આંકડા ઉપલબ્ધ નથી. કારણ કે આ પ્રકારના આંકડાઓ એકઠા કરવામાં આવ્યા નહોતા. સરકારના આ જવાબ મુદ્દે સરકાર અને વિપક્ષ સામ સામે આવી ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement