શોધખોળ કરો

'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન

Rahul Gandhi On Sikh: અમેરિકામાં શીખો પર આપેલા નિવેદનનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે BJP તેમને ચૂપ કરાવવા માંગે છે. BJPએ તેમના પર શીખ સમુદાય વિશે અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે.

Rahul Gandhi On Sikh: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં શીખો પર આપવામાં આવેલા નિવેદન પર BJP હમલાવર છે. BJPના નેતાઓએ આ મુદ્દે દેશના અનેક રાજ્યોમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ પણ નોંધાવ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી છે.

શીખો પર આપેલા નિવેદન અંગે રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "BJP અમેરિકામાં મારા નિવેદન વિશે જૂઠ ફેલાવી રહી છે. હું ભારત અને વિદેશમાં રહેતા દરેક શીખ ભાઈ બહેનને પૂછવા માંગું છું... શું મેં જે કહ્યું છે, તેમાં કંઈ ખોટું છે? શું ભારત એવો દેશ ન હોવો જોઈએ જ્યાં દરેક શીખ અને દરેક ભારતીય કોઈપણ ડર વિના પોતાના ધર્મનું પાલન કરી શકે?"

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આગળ કહ્યું, "BJP હંમેશાની જેમ જુઠ્ઠાણાનો સહારો લઈ રહી છે. તેઓ મને ચૂપ કરાવવા માટે આતુર છે કારણ કે તેઓ સત્ય સહન કરી શકતા નથી, પરંતુ હું હંમેશા તે મૂલ્યો માટે બોલીશ જે ભારતને વ્યાખ્યાયિત કરે છે... વિવિધતામાં આપણી એકતા, સમાનતા અને પ્રેમ."

અમેરિકામાં રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 10 સપ્ટેમ્બર 2024ના રોજ વોશિંગ્ટન ડીસીમાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના એક કાર્યક્રમમાં કહ્યું હતું, "લડાઈ આ વાત પર છે કે શું કોઈ શીખને પોતાની પાઘડી પહેરવા કે ભારતમાં ગુરુદ્વારા જવાની મંજૂરી આપવામાં આવશે. આ માત્ર શીખો માટે નથી, પરંતુ બધા ધર્મો માટે છે."

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટી તેમના પર શીખોનું અપમાન કરવાનો આરોપ લગાવી રહી છે. કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ તો રાહુલ ગાંધીને આતંકવાદી સુધ્ધાં કહી દીધા.

આ પણ વાંચોઃ

Delhi CM Oath Ceremony: આતિશીએ દિલ્હીના સીએમ પદના શપથ લીધા, આ ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Embed widget