શોધખોળ કરો
Advertisement
ચીન સાથે અથડામણમાં શહીદ જવાનો પ્રત્યે રાહુલ ગાંધીએ વ્યક્ત કરી સંવેદના, કહ્યું- મુશ્કેલ સમયમાં અમે સાથે ઉભા છીએ
ચીન સાથે હિંસક અથડામણમાં શહીદ થયેલા ભારતીય સૈનિકો પ્રત્યે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંવેદના વ્યક્ત કરી છે.
નવી દિલ્હી: ચીન સાથે હિંસક અથડામણમાં શહીદ થયેલા ભારતીય સૈનિકો પ્રત્યે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંવેદના વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે તેઓ આ મુશ્કેલ સમયમાં સેનાની સાથે ઉભા છે.
તેમણે ટ્વિટ લખ્યું, કોઈ પણ શબ્દ એ ભાવનાને વ્યક્ત ન કરી શકે જે હું સેનાના અધિકારી અને જવાનો માટે મહેસૂસ કરી રહ્યો છુ જેમણે દેશ માટે જીવ દઈ દીધો. તેમના તમામ પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના. અમે આ મુશ્કેલ સમયમાં તમારી સાથે ઉભા છીએ.
ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને લઈને એક ચોંકવનારા સમાચાર આજે સામે આવ્યા હતા. ગલવાન ઘાટીમાં ડી-એસ્કેલેશન પ્રક્રિયા દરમિયાન કાલે રાત્રે બંને પક્ષોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ ગઈ હતી. ચીનના હુમલામાં ભારતના ત્રણ સૈનિક શહીદ થયા હતા. શહીદોમાં એક અધિકારી અને બે સૈનિકા સામેલ છે.
સેનાએ એક સંક્ષિપ્ત નિવેદનમાં કહ્યું, ગલવાન ઘાટીમાં તણાવ ઓછો કરવાની પ્રક્રિયા દરમિયાન સોમવારે રાત્રે હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ થયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ સપ્તાહથી ગલવાન ઘાટીમાં મોટી સંખ્યામાં ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો સામ સામે ઉભા હતા. આ ઘટના સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણેના એ નિવેદનના કેટલાક દિવસો બાદ થઈ છે, જેમાં તેમણે કહ્યું હતું કે બંને દેશોના સૈનિક ગેલવાન ઘાટીથી પાછળ હટી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement