સેનામાં ભરતી મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહરો, વિડીયો જાહેર કરીને જાણો શું કહ્યું
રાહુલ ગાંધીએ સેનામાં ભરતી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે યુવાનો દેશ માટે પોતાનો જીવ આપવા તૈયાર છે, પરંતુ આ સરકાર સેનામાં ભરતી કરવા તૈયાર નથી.
રાહુલ ગાંધીએ સેનામાં ભરતી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે યુવાનો દેશ માટે પોતાનો જીવ આપવા તૈયાર છે, પરંતુ આ સરકાર સેનામાં ભરતી કરવા તૈયાર નથી.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સેનામાં ભરતી મુદ્દે કેન્દ્રની મોદી સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે યુવાનો દેશ માટે પોતાનો જીવ આપવા તૈયાર છે, પરંતુ આ સરકાર સેનામાં ભરતી કરવા તૈયાર નથી.
રાહુલે ટ્વિટર પર કેટલાક યુવકોનો વીડિયો શેર કરતા લખ્યું, “'યુવાનો દેશ માટે પોતાનો જીવ આપવા તૈયાર છે, પરંતુ આ અસમર્થ સરકાર સેનામાં ભરતી કરવા તૈયાર નથી.” રાહુલ ગાંધીએ શેર કરેલા વીડિયોમાં કેટલાક યુવકો સેનામાં ભરતીની માંગ કરી રહ્યા છે. યુવકો કહી રહ્યા છે કે પરીક્ષા લેવામાં આવતી નથી. પરીક્ષા ક્યારે લેવાશે તે સરકાર જણાવી રહી નથી. કારણ પૂછો તો કોરોના સમજાવે છે. જુઓ આ વિડીયો
नौजवान देश के लिए जान देने को तैयार हैं।
— Rahul Gandhi (@RahulGandhi) April 6, 2022
लेकिन यह निकम्मी सरकार सेना में भर्तियाँ करने के लिए तैयार नहीं हैं।
ना रोज़गार, ना रक्षा। #KiskeAchheDin pic.twitter.com/RBDv3N439o
રાહુલે શેર કરેલા વીડિયોમાં એક યુવક પણ છે જે રાજસ્થાનના સીકરથી ભાગીને દિલ્હી પહોંચ્યો હતો. તેણે 50 કલાકમાં 300 કિમીનું અંતર કાપ્યું. આ યુવક દિલ્હીમાં એક પ્રદર્શનમાં ભાગ લેવા માટે સેનામાં જોડાવા માટે સીકરથી આવ્યો હતો. આ 24 વર્ષીય યુવકનું નામ સુરેશ ભીચર છે.
સંસદમાં સરકારે શું આપ્યો જવાબ?
સેનામાં ભરતીના મુદ્દે સરકારે સંસદમાં જવાબ આપ્યો હતો. સરકારે કહ્યું કે કોવિડ રોગચાળાને કારણે ભારતીય સેનામાં ભરતી પ્રક્રિયા 2020 અને 2021માં સ્થગિત કરવામાં આવી છે અને તેના પર કોઈ પ્રતિબંધ નથી. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે કોવિડ મહામારીનો પ્રકોપ ઓછો થયો છે, પરંતુ તે હજી સમાપ્ત થયો નથી. કોરોના વાયરસ મહામારીને કારણે છેલ્લા બે વર્ષમાં આર્મીમાં ભરતી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે આવી ભરતી રેલીઓ મોટી સંખ્યામાં ઉમેદવારોને આકર્ષે છે, તેથી કોરોના વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે આવી ભરતી રેલીઓ મોકૂફ રાખવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ દરમિયાન એરફોર્સ અને નેવીમાં ઓનલાઈન ભરતી પ્રક્રિયા ચાલુ રહી અને કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે.