શોધખોળ કરો

Farm Laws Repeal Bill 2021: રાહુલ ગાંધીએ કહ્યું- સરકાર સંસદમાં બિલ પર ચર્ચા કરવાથી ડરે છે, ત્રણેય કૃષિ કાયદા ખેડૂતો પર હુમલો હતા

Farm Laws Repeal Bill 2021: ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના બિલને લોકસભા અને રાજ્યસભાની મંજૂરી મળી ગઈ છે. આ પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.

Farm Laws Repeal Bill 2021: ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના બિલને લોકસભા અને રાજ્યસભાની મંજૂરી મળી ગઈ છે. આ પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જે રીતે આ કાયદાઓને કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વગર રદ્દ કરવામાં આવ્યા છે તે દર્શાવે છે કે સરકાર ચર્ચાથી ડરે છે. તે જ સમયે, તેમણે ટ્વીટ કર્યું અને કહ્યું, "ચર્ચા ન થવા દીધી-  MSP પર, શહીદ અન્નદાતાના ન્યાય પર, લખીમપુર કેસમાં કેન્દ્રીય મંત્રીને બરતરફ કરવા પર..." તેમણે કહ્યું, "જે સરકાર સંસદમાં  ચર્ચા કરવાનો અધિકાર છીનવી લે છે, તે નિષ્ફળ છે, ડરપોક છે તે સરકાર"

રાહુલ ગાંધીએ કહ્યું કે, ત્રણ કાળા કાયદા પાછા ખેંચવા પડશે આ અમે  પહેલા પણ કહ્યું  હતું. અમે જાણતા હતા કે 3-4 મોટા ઉદ્યોગપતિની શક્તિ ભારતના ખેડૂતો સામે ટકી શકે તેમ નથી. અને એવું જ થયું, કાળા કાયદાઓ રદ કરવા પડ્યા. આ ખેડૂતોની સફળતા છે, દેશની સફળતા છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું, "અમે 700 શહીદ ખેડૂતો, MSP, લખીમપુર ખેરી અને ગૃહ રાજ્ય મંત્રી પર ચર્ચા કરવા માંગતા હતા, જેને સરકારે મંજૂરી આપી નથી." રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે ખેડૂતો મુશ્કેલીમાં છે. MSP, લોન માફી, જેની તેઓ માંગ કરી રહ્યા છે અને અમે આ માંગને સમર્થન આપીએ છીએ.

રાહુલ ગાંધીએ કહ્યું, "પીએમ મોદીએ કૃષિ કાયદા પરત કરવાની જાહેરાત કરતી વખતે માફી માંગી હતી. એટલે કે, તેણે સ્વીકાર્યું કે તેની ભૂલને કારણે 700 લોકો મૃત્યુ પામ્યા. તેથી પીએમએ ભૂલ માટે વળતર આપવું  જોઈએ.

તેમણે સરકાર પર નિશાન સાધતા  કહ્યું કે, સરકારે આ બિલમાં કહ્યું છે કે ખેડૂતોનું એક જૂથ વિરોધ કરી રહ્યું છે. આ ખેડૂતોનું અપમાન છે. પહેલા તમે તેમને ખાલિસ્તાની કહો છો અને હવે તમે તેમને ખેડૂતોનું જૂથ કહી રહ્યા છો. આ ખેડૂતોનો સમૂહ નથી, પરંતુ દેશના તમામ ખેડૂતો છે. તેઓ સમજે છે કે કઈ શક્તિઓ આ હુમલાઓ કરી રહી છે.

લોકસભા અને રાજ્યસભામાંથી કૃષિ કાયદાઓ પરત લેવા સંબંધિત બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. હવે તેના પર હસ્તાક્ષર માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ ત્રણેય કૃષિ કાયદાઓ રદ થઇ જશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Airtel Down: એરટેલ ડાઉન, યુઝર્સ નથી કરી શકતા કોલ, અનેક લોકોએ કરી ફરિયાદ
Airtel Down: એરટેલ ડાઉન, યુઝર્સ નથી કરી શકતા કોલ, અનેક લોકોએ કરી ફરિયાદ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

MLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજરVadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયતGujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Airtel Down: એરટેલ ડાઉન, યુઝર્સ નથી કરી શકતા કોલ, અનેક લોકોએ કરી ફરિયાદ
Airtel Down: એરટેલ ડાઉન, યુઝર્સ નથી કરી શકતા કોલ, અનેક લોકોએ કરી ફરિયાદ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Good News: ખેડૂતોને રાત ઉજાગરામાંથી મુક્તિ, આ 7 જિલ્લાના ત્રણ લાખ ખેડૂતોને હવેથી દિવસે મળશે વીજળી
Good News: ખેડૂતોને રાત ઉજાગરામાંથી મુક્તિ, આ 7 જિલ્લાના ત્રણ લાખ ખેડૂતોને હવેથી દિવસે મળશે વીજળી
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Look back 2024: ભારત, અમેરિકા, જાપાન કે ચીન, કોના શેરબજારે કરાવી સૌથી વધુ કમાણી
Look back 2024: ભારત, અમેરિકા, જાપાન કે ચીન, કોના શેરબજારે કરાવી સૌથી વધુ કમાણી
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Embed widget