શોધખોળ કરો
Advertisement
કૃષિ બિલને રાહુલ ગાંધીએ ગણાવ્યો કાળો કાયદો, કહ્યું- MSP ની ગેરંટી કેમ નહીં?
કૃષિ બિલ પર મોદી સરકારને જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર વિપક્ષી દળો જ નહીં પરંતુ એનડીએમા પણ આ બિલને લઇને ફૂટ પડી ગઇ છે
નવી દિલ્હીઃ કૃષિ સાથે જોડાયેલા ત્રણ મહત્વના બિલો પર રાજનીતિ ગરમાઇ ગઇ છે. લોકસભામાં પાસ થઇ ચૂકેલ ત્રણેય બિલો પર રાજ્યસભામાં ચર્ચા ચાલી રહી છે. વળી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ટ્વીટ કરીને કૃષિ બિલને લઇને મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે, અને એમએસપીની ગેરંટી પર સવાલો ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીએ કૃષિ બિલને કાળો કાયદો ગણાવ્યો છે. તેને ટ્વીટમાં લખ્યું- મોદી સરકારના કૃષિ -વિરોધી કાળા કાયદાથી ખેડૂતોને એપીએમસી/ખેડૂત માર્કેટ ખતમ થવા પર એમએસપી કેઇ રીતે મળશે? એમએસપીની ગેરંટી કેમ નહીં? મોદજી ખેડૂતોને પૈસાદારોના ગુલામ બનાવી રહ્યાં છે જેને દેશ ક્યારેય સફળ નહીં થવા દે.
આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હુ કે દેશના ખેડૂતો જાણે છે કે આ બિલથી મોદી સરકાર પોતાના મિત્રોનો વેપાર વધારશે. રાહુલે ટ્વીટમાં લખ્યું હતુ- ખેડૂતોનો મોદી સરકારમાં વિશ્વાસ ઉઠી ગયો છે. કેમકે શરૂથી જ મોદીજીની કથની અને કરનીમાં ફરક રહ્યો છે. નોટબંધી, ખોટુ જીએસટી અને ડિઝલ પર ભારે ટેક્સ. જાગૃત ખેડૂત જાણે છે. કૃષિ બિલથી મોદી સરકાર વધારશે પોતાના મિત્રોનો વેપાર, અને કરશે ખેડૂતોની રોજીરોટી પર પ્રહાર.
કૃષિ બિલ પર મોદી સરકારને જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર વિપક્ષી દળો જ નહીં પરંતુ એનડીએમા પણ આ બિલને લઇને ફૂટ પડી ગઇ છે. આ મુદ્દે ગુરુવારે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે મોદી કેબિનેટમાંથી રાજીનામુ આપી દીધુ હતુ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement