શોધખોળ કરો
રાહુલ ગાંધીએ મોદીના ભાવુક થવા પર સાધ્યું નિશાન, કહ્યું સંસદમાં કેમ નથી બોલતા

નવી દિલ્લીઃ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્ર નરેંદ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. પ્રધાનમંત્રી મંગળવારે પક્ષની સંસદીય દળની બેઠકમાં ભાવુક થઇ ગયા હતા. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકસભામાં મોદી બલોશે તો અમે ભાવુક થઇશું. રાહુલે જણાવ્યું હતું કે, 'પીએમ મોદી ટીવી પર બોલી શકે છે, પૉપ કૉંસર્ટમાં બોલી શકે છે. પરંતું સંસદમાં નથી બોલી શક્તા, મોદીજીએ ગરીબોની વાત કરી પણ સદનમાં નથી કરી. ડિબેટ કરવા દો બધુ સામે આવી જશે.' પીએમ મોદીએ કહ્યું હતું કે, વિરોધ પક્ષ નોટબંધીને લઇને લોકો વચ્ચે અફવાહ ફેલાવી રહ્યા છે.
વધુ વાંચો






















