શોધખોળ કરો
Advertisement
રેલવેનો મોટો નિર્ણય, 12 ઓગસ્ટ સુધી નહીં દોડે નિયમિત પેસેન્જર ટ્રેનો
રેલવેએ કહ્યું છે કે, 12 ઓગસ્ટ 2020 સુધી કોઈ પણ નિયમિત પેસેન્જર ટ્રેન કે મેલ એક્સપ્રેસ ટ્રેન નહીં શરૂ થાય.
નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે સતત વધી રહેલા મામલાને જોતા ભારતીય રેલવેએ મોટો નિર્ણય લીધો છે. રેલવેએ નિયમિત પેસેન્જર ટ્રેન ઓગસ્ટ પહેલા ટ્રેને નહીં દોડવાનો નિર્ણય લીધો છે. રેલવેએ તેને લઈને એક સર્કુલર પણ જાહેર કર્યું છે. રેલવેએ જણાવ્યું છે કે, 12 ઓગસ્ટ 2020 સુધી કોઈ પણ નિયમિત પેસેન્જર ટ્રેન કે મેલ એક્સપ્રેસ ટ્રેન નહીં શરૂ થાય.
આ સાથે રેલવેએ કહ્યું કે, જે યાત્રીઓએ નિયમિત ટ્રેન સેવા માટે 1 જૂનથી 12 ઓગસ્ટ સુધીની ટિકિટ બુક કરાવી છે, તે તમામની ટિકિટ કેન્સલ કરી દેવામાં આવી છે. યાત્રીઓને ટિકિટનું રિફંડ કરી દેવામાં આવશે.
આ પહેલા 13ના રોજ પોતાના આદેશમાં રેલવે બોર્ડે કહ્યું હતું કે, 30 જૂન સુધી નિયમિત ટ્રેનનું બુકિંગ કેન્સલ કરવામાં આવી રહ્યું છે અને તેમાં યાત્રીઓને પૂરું રિફંડ મળશે. રિફંડની સુવિધા પણ 12 ઓગસ્ટ સુધી કરી દેવામાં આવી છે. આ દરમિયાન 12 મેથી ચાલુ સ્પેશિયલ રાજધાની ટ્રેન અને 1 જૂનથી ચાલુ સ્પેશિયલ મેલ/ એક્સપ્રેસ ટ્રેન પહેલાની જેમ ચાલુ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement