શોધખોળ કરો

આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી

imd weather forecast tomorrow: આવતીકાલે દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ, ગાજવીજ અને કરા પડવાની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતા લોકોને પણ સાવચેત રહેવા હવામાન વિભાગની ખાસ સલાહ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IMD એ 15 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડાની ચેતવણી આપી.
  • દિલ્હી, યુપી, બિહારમાં 70 કિમી ઝડપે પવન ફૂંકાશે.
  • ઝારખંડ, બંગાળ, રાજસ્થાન સહિત અન્યત્ર વરસાદની આગાહી.
  • પહાડી રાજ્યોમાં વરસાદ, વીજળી, પવનથી સાવચેત રહેવા સૂચના.

imd weather forecast tomorrow: ગરમી અને બફારામાંથી રાહત આપતો વરસાદ હવે ક્યાંક મુશ્કેલીનું કારણ પણ બની શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આવતીકાલ એટલે કે 23 જૂન (મંગળવાર) માટે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને બિહાર સહિત દેશના 15 રાજ્યોમાં વરસાદ અને જોરદાર વાવાઝોડાની ગંભીર ચેતવણી જારી કરી છે. કેટલાક વિસ્તારોમાં તો પવનની ગતિ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સાથે અમુક રાજ્યોમાં ભારે વરસાદની સાથે વીજળી પડવાની અને કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. ચાલો જાણીએ આવતીકાલે તમારા રાજ્યનું હવામાન કેવું રહેશે.

દિલ્હી-NCR માં ભારે વાવાઝોડું

દિલ્હીવાસીઓ માટે આવતીકાલે મધ્યમથી ભારે વરસાદની સાથે જોરદાર વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજધાનીમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તાપમાનની વાત કરીએ તો, મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદી માહોલ

ઉત્તર પ્રદેશના મેરઠ, નોઇડા (ગૌતમ બુદ્ધ નગર), આગ્રા, મથુરા, કાનપુર, ઝાંસી, અયોધ્યા, ગોરખપુર, પ્રયાગરાજ અને વારાણસી સહિતના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. લખનૌમાં તાપમાન 40 ડિગ્રી સુધી જઈ શકે છે. બીજી તરફ બિહારમાં પણ વરસાદી તોફાનનું સંકટ છે. ગયા, મુઝફ્ફરપુર, દરભંગા, પૂર્ણિયા, કટિહાર અને ભાગલપુરમાં 50 થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને ભારે વરસાદની આગાહી છે. પટનાનું તાપમાન 29 થી 38 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.

ઝારખંડ, બંગાળ અને આસામમાં 70 ની સ્પીડે પવન ફૂંકાશે

ઝારખંડના રાંચી, ધનબાદ, બોકારો અને જમશેદપુરમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાવાની આશંકા છે. આ સિવાય પશ્ચિમ બંગાળ અને આસામના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકા ભીંજાયા, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતમાં પણ બદલાશે હવામાન

રાજસ્થાનના જયપુર, અજમેર, કોટા અને બિકાનેર સહિતના જિલ્લાઓમાં વરસાદ અને ભારે પવન માટે એલર્ટ છે. મધ્યપ્રદેશના ઇન્દોર, રેવા, દેવાસ, છિંદવાડા અને ભોપાલમાં પણ 24 કલાકમાં હવામાન બગડી શકે છે. ઉત્તર અને પૂર્વ ભારતની સાથે હવે દક્ષિણ ભારતમાં પણ 23 જૂને કેરળ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી છે.

પહાડી રાજ્યો માટે ખાસ ચેતવણી

જે લોકો પહાડો પર ફરવા ગયા છે અથવા જવાનું વિચારી રહ્યા છે, તેમણે બહાર નીકળતા પહેલા ખાસ સાચવવું પડશે. ઉત્તરાખંડના દહેરાદૂન, નૈનિતાલ, ચમોલી અને રુદ્રપ્રયાગમાં વરસાદ, વીજળી અને ભારે પવનની ચેતવણી છે. આ સિવાય હિમાચલ પ્રદેશના શિમલા, મંડી, કુલ્લુ, ચંબા અને જમ્મુ-કાશ્મીરના શ્રીનગર, અનંતનાગ તથા ઉધમપુરમાં પણ ખરાબ હવામાનને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ મેઘરાજાની તોફાની બેટિંગ: 21 જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

Frequently Asked Questions

ભારતીય હવામાન વિભાગ (IMD) એ કઈ તારીખ માટે અને શાના વિશે ગંભીર ચેતવણી જારી કરી છે?

IMD એ 23 જૂન (મંગળવાર) માટે 15 રાજ્યોમાં વરસાદ, જોરદાર વાવાઝોડા અને પવનની ગતિ 70-80 કિમી/કલાક સુધી પહોંચવાની ગંભીર ચેતવણી જારી કરી છે. કેટલાક વિસ્તારોમાં વીજળી અને કરા પડવાની પણ આગાહી છે.

દિલ્હી-NCR માં આવતીકાલના હવામાનની શું આગાહી છે?

દિલ્હી-NCR માં આવતીકાલે મધ્યમથી ભારે વરસાદ સાથે જોરદાર વાવાઝોડાનું એલર્ટ છે. 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, અને તાપમાન 38/29 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં આવતીકાલે હવામાન કેવું રહેશે?

ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હળવા વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. જ્યારે બિહારમાં 50-55 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી છે.

પહાડી રાજ્યો (ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર) માટે શું ખાસ ચેતવણી છે?

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદ, વીજળી અને ભારે પવનની ચેતવણી છે. પહાડો પર ફરવા ગયેલા કે જવાનું વિચારતા લોકોએ ખાસ સાચવવું પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget