મોબાઈલ એજ્યુકેશનનો આઘાતજનક કિસ્સોઃ પોર્ન વીડિયો જોઈને 13 વર્ષના ભાઈએ 15 વર્ષની બહેન સાથે બાંધ્યા શરીર સંબંધ...
રાજસ્થાનના અલવરના ભિવાડીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં 15 વર્ષની કિશોરી સગા ભાઈ સાથેના શરીર સંબંધથી પ્રેગનન્ટ બની ગઈ છે
અલવરઃ રાજસ્થાનના અલવરના ભિવાડીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં 15 વર્ષની કિશોરી સગા ભાઈ સાથેના શરીર સંબંધથી પ્રેગનન્ટ બની ગઈ છે. આઘાતની વાત એ છે કે, તેનો ભાઈ તેના કરતાં બે વર્ષ નાનો એટલે કે માત્ર 13 વર્ષનો છે.
આ 13 વર્ષનો છોકરો અને તેની 15 વર્ષની બહેન સાથે મોબાઈલ પર ભણતાં હતાં. બંને સ્કૂલને લગતી બાબત સર્ચ કરતાં હતાં. તેમાં અશ્લીલ ફિલ્મની લિંક આવી ગઈ હતી. બંનેએ એ ખોલીને જોતાં ઉત્તેજિત થઈ ગયાં હતાં ને 13 વર્ષના ભાઈએ 15 વર્ષની બહેન સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ રીતે બંને વારંવાર શરીર સુખ માણતાં તેથી 15 વર્ષની બહેન ગર્ભવતી થઈ ગઈ હતી. છોકરી છ મહિનાની પ્રેગ્નન્ટ થઈ ગઈ ત્યારે પરિવારને જાણ થઈ હતી. છોકરીના પેટમાં રહેલા બાળકને ગંભીર સમસ્યા સર્જાવાને લીધે ગર્ભપાત શક્ય નહોતો તેથી ડિલિવરી કરાવીને બાળકને જન્મ આપ્યો છે.
પીડિતા ભિવાડીની એક ખાનગી શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. નાનો ભાઈ ધોરણ 7માં અભ્યાસ કરે છે. આ ઘટના અંગે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ રમાશંકરે કહ્યું કે, મહારાષ્ટ્રનો એક પરિવાર મજૂરી માટે લાંબા સમયથી ભિવાડીમાં રહેતો હતો. દરમિયાનમાં 15 વર્ષની પૌત્રીનું પેટ વધતું જોઈ દાદીને શંકા થઈ હતી. તેમણે તપાસ કરાવી તો છોકરી ગર્ભવતી નિકળી હતી.
આ સમાચાર જાણીને પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. આખો પરિવાર તાત્કાલિક મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના સેવાગ્રામ જતો રહ્યો. જો કે છ મહિના થઈ ગયા હોવાથી ગર્ભપાત શક્ય નહોતો બીજી તરફ ગર્ભમાં રહેલા બાળકની સ્થિતિ ખરાબ થતા ડિલીવરી કરાવવી પડી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ભાઈ-બહેન ફોન પર ભણતાં હતાં. આ વખતે પોર્ન ફિલ્મની કોઈ લિંક તેમને મળી ગઈ અને તેઓ અશ્લિલ ફિલ્મો જોવા લાગ્યા હતા. તેના કારણે ઉત્તેજિત થઈને બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. બંનેને પોતે શું કરે છે તે અંગે કોઈ ખબર જ નહોતી.