શોધખોળ કરો

ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત

'પીએમ સૂર્ય ઘર' યોજના હેઠળ મળતી 78,000 રૂપિયાની સબસિડી બાદ 3kW સિસ્ટમનો ખર્ચ અને તેનાથી ચાલતા ઉપકરણોની સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં જાણો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પીએમ સૂર્ય ઘર યોજના રૂફટોપ સોલાર પેનલ માટે સબસિડી આપે છે.
  • 3kW સિસ્ટમનો કુલ ખર્ચ ₹1.6 લાખ, સબસિડી બાદ ₹82,000 થાય.
  • તેનાથી માસિક ₹2,000-2,500 બચત થાય, 4 વર્ષમાં ખર્ચ વસૂલ.
  • આ સિસ્ટમ AC સહિત ઘરના મોટાભાગના ઉપકરણો ચલાવી શકે છે.

3kW Solar Panel Cost: અત્યારે વીજળીના વધતા બિલમાંથી રાહત મેળવવા માટે સોલાર પેનલ લગાવવાનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. પણ શું તમે જાણો છો કે જો તમે ઘરે 3 કિલોવોટ (3kW) ની સોલાર સિસ્ટમ લગાવો છો, તો તેનો ખર્ચ કેટલા દિવસમાં વસૂલ થઈ જશે? વળી, આટલા પાવરથી ઘરના કેટલા ઉપકરણો ચાલી શકશે? ચાલો, આ આખા ગણિતને એકદમ સરળ બોલચાલની ભાષામાં સમજીએ.

કેન્દ્ર સરકાર હાલમાં 'પીએમ સૂર્ય ઘર' યોજના ચલાવી રહી છે, જેના હેઠળ રૂફટોપ સોલાર પેનલ લગાવવા માટે તગડી સબસિડી આપવામાં આવે છે. કેન્દ્રની સાથે સાથે કેટલીક રાજ્ય સરકારો પણ મદદ કરે છે, જેથી લોકો સોલાર પેનલ લગાવીને વીજળીના ભારેખમ બિલમાંથી છુટકારો મેળવી શકે. સામાન્ય રીતે, લોકો પોતાની જરૂરિયાત મુજબ 1kW થી લઈને 5kW સુધીની સોલાર સિસ્ટમ લગાવતા હોય છે. પણ જો તમે 3kW ની સિસ્ટમ લગાવવાનું વિચારી રહ્યા છો, તો કેટલી સબસિડી મળશે અને ખર્ચ ક્યારે વસૂલ થશે તે જાણવું રસપ્રદ છે.

સામાન્ય નિયમ એવો છે કે સરકાર તરફથી સબસિડી મળ્યા પછી પણ, તમારે કુલ ખર્ચના 40 થી 70 ટકા જેટલી રકમ પોતાના ખિસ્સામાંથી આપવી પડે છે. જોકે, આ ખર્ચ તમે વીજળીના બિલમાં થતી સીધી બચત દ્વારા પાછો મેળવી શકો છો. ઘરના લોડ અને વપરાશના આધારે આ ખર્ચ વસૂલ થવામાં સામાન્ય રીતે 3 થી 5 વર્ષનો સમય લાગી શકે છે.

3kW સિસ્ટમનો ખર્ચ અને સબસિડીનું ગણિત

3BHK ફ્લેટ કે મકાન માટે 3kW સોલાર સિસ્ટમ સૌથી બેસ્ટ માનવામાં આવે છે. ભારતમાં મોટાભાગના લોકો આ જ સિસ્ટમ લગાવવાનું પસંદ કરે છે.

કુલ કિંમત: બજારમાં 3kW સિસ્ટમની કિંમત અંદાજે ₹1,40,000 થી ₹1,60,000 ની વચ્ચે હોય છે.

સબસિડી: સરકાર આના પર ₹78,000 ની સબસિડી આપે છે.

તમારો ખર્ચ: આ સબસિડી બાદ કરીએ એટલે તમારો કુલ ખર્ચ ઘટીને માત્ર ₹82,000 ની આસપાસ થઈ જાય છે.

આ 3kW ની સિસ્ટમ લગાવ્યા પછી તમારા ઘરના વીજ બિલમાં દર મહિને આરામથી ₹2,000 થી ₹2,500 સુધીની બચત થાય છે. આ બચતની ગણતરી કરીએ તો, તમે રોકેલા પૈસા તમને 3.5 થી 4 વર્ષમાં પૂરેપૂરા પાછા મળી જશે (એટલે કે તમારો ખર્ચ વસૂલ થઈ જશે).

આ પણ વાંચોઃ 2BHK, 3BHK કે 4BHK ફ્લેટ માટે કેટલા કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવવી જોઈએ? જાણો ગણતરી

આ સિસ્ટમ કેટલો લોડ ઉપાડી શકશે?

3kW ની સોલાર સિસ્ટમ તમારા ઘરનો લગભગ બધો જ જરૂરી લોડ આસાનીથી સંભાળી લે છે.

આ સિસ્ટમ પર તમે 1.5 ટનનું ઇન્વર્ટર AC પણ ચલાવી શકો છો.

આ સિવાય ઘરના અન્ય રેગ્યુલર ઉપકરણો જેવા કે ફ્રિજ, પાણીની મોટર, કુલર વગેરે પણ તેના પર એકદમ આરામથી ચાલી શકે છે.

એક વાતનું ચોક્કસ ધ્યાન રાખવું કે સોલાર પેનલમાંથી વીજળીનું ઉત્પાદન હવામાન અને તેની જાળવણી (મેન્ટેનન્સ) પર સીધો આધાર રાખે છે. જો પેનલ પર પૂરતો સૂર્યપ્રકાશ ન પડે, તો વીજ ઉત્પાદન ઘટી શકે છે. આ જ રીતે, જો પેનલ પર ધૂળ જમા થઈ ગઈ હોય અને તે ગંદી હોય, તો પણ વીજળી ઉત્પન્ન થવામાં અડચણ આવી શકે છે. તેથી સમયાંતરે પેનલની સફાઈ કરવી ખૂબ જરૂરી છે.

Frequently Asked Questions

3kW સોલાર સિસ્ટમ લગાવવાનો અંદાજિત ખર્ચ કેટલો થાય છે અને કેટલી સબસિડી મળે છે?

3kW સિસ્ટમની કિંમત ₹1,40,000 થી ₹1,60,000 હોય છે. સરકાર આના પર ₹78,000 ની સબસિડી આપે છે, જેથી ગ્રાહકને લગભગ ₹82,000 ચૂકવવા પડે છે.

સોલાર પેનલ લગાવ્યા પછી ખર્ચ વસૂલ થવામાં સામાન્ય રીતે કેટલો સમય લાગે છે?

3kW સિસ્ટમ લગાવ્યા પછી તમારા વીજ બિલમાં દર મહિને ₹2,000 થી ₹2,500 ની બચત થાય છે. આ બચત દ્વારા રોકેલા પૈસા 3.5 થી 4 વર્ષમાં પૂરેપૂરા પાછા મળી જાય છે.

3kW સોલાર સિસ્ટમ પર ઘરના કયા મુખ્ય ઉપકરણો ચલાવી શકાય છે?

3kW સિસ્ટમ ઘરનો લગભગ બધો જ જરૂરી લોડ સંભાળી લે છે. તેના પર 1.5 ટનનું AC, ફ્રિજ, પાણીની મોટર અને કુલર જેવા ઉપકરણો આરામથી ચલાવી શકાય છે.

સોલાર પેનલમાંથી વીજળી ઉત્પાદન શેના પર આધાર રાખે છે?

સોલાર પેનલમાંથી વીજળીનું ઉત્પાદન હવામાન અને તેની જાળવણી પર સીધો આધાર રાખે છે. પૂરતો સૂર્યપ્રકાશ ન મળે કે પેનલ ગંદી હોય તો ઉત્પાદન ઘટી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget