શોધખોળ કરો

Rajasthan Cabinet Reshuffle: ગેહલોત સરકારના ત્રણ વર્ષ પૂરા થવા પહેલાં આજે કેબિનેટનું થશે પુનર્ગઠન, પાયલટ જૂથના 5 ધારાસભ્યો સહિત 15 મંત્રી લેશે શપથ

Ashok Gehlot Cabinet: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે મંત્રીમંડળનું પુનર્ગઠન કરશે. આ સાથે જ કયા મંત્રીઓના પત્તા કપાશે અને કોને ફરીથી મંત્રી બનાવાશે તે અંગે અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.

Rajasthan Cabinet Reshuffle: રાજસ્થનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે મંત્રીમંડળનું પુનર્ગઠન કરશે. આજે થનારા શપથ સમારોહમાં કુલ 15 નેતાઓ મંત્રીપદના શપથ લેશે. નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 4 કલાકે રાજભવનમાં યોજાશે. આજે થનારા શપથગ્રહણ સમારોહમાં 15 નેતા મંત્રી પદના શપથ લેશે. જેમાંથી 11 કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. ત્રણ મંત્રીઓને પ્રમોટ કરીને કેબિનેટ મંત્રી બનાવાશે. જ્યારે મંત્રીમંડળમાં આઠ નવા ચહેરોને સ્થાન અપાશે. અન્ય ચાર નેતાઓ રાજ્ય મંત્રી તરીકે શપથ લેશે.

મમતા ભૂપશે, ટીકા રામ જૂલી અને ભજન લાલા જાટવને પ્રમોટ કરીને કેબિનેટ મંત્રી બનાવાશે. આ ત્રણેય નેતા પહેલાથી જ રાજ્યમંત્રી છે. જ્યારે હેમા ચૌધરી અને રમેશ મીણાને સચિન જૂથ તરફથી કેબિનેટ મંત્રી બનાવાશે. આ ઉપરાતં પાયલટ જૂથના બૃજેન્દ્ર ઓલા અને મુરારી મીણા રાજ્યમંત્રી તરીકે શપથ લેશે. બીએસપી છોડીને કોંગ્રેસમાં સામેલ થનારા રાજેન્દર ગૂઢાને રાજ્યમંત્રી બનાવાશે.

રાજસ્થાન વિધાનસભાનું ગણિત

રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા સીટ છે. સંખ્યાબળના હિસાબે રાજસ્થાન વિધાનસભામાં હાલ કોંગ્રેસના 108 અને ભારતીય જનતા પાર્ટીના 71 ધારાસભ્યો છે. જ્યારે 13 અપક્ષ ધારાસભ્ય છે.

અશોક ગેહલોત સરકાર આગામી મહિને ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કરી રહી છે, રાજસ્થાનમાં કેબિનેટમાં ફેરબદલ પહેલાં શનિવારે ગેહલોત મંત્રીમંડળના બધા જ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘરે બેઠક યોજાયા પછી બધા જ મંત્રીઓએ તેમના રાજીનામા પક્ષના મોવડીમંડળને સોંપી દીધા હતા. રાજ્ય પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે, મંત્રીપરિષદની બેઠક મુખ્યમંત્રી ગેહલોતના અધ્યક્ષપદે યોજાઈ હતી. કોંગ્રેસ ધારાસભ્યોને રવિવારે બપોરે બે વાગ્યે પક્ષના પ્રદેશ કાર્યાલયમાં બોલાવાયા છે. ત્યાર પછીનો કાર્યક્રમ ગેહલોત અને પક્ષના પ્રદેશ પ્રભારી અજય માકન નિશ્ચિત કરશે.

આ પણ વાંચોઃ પરીક્ષામાં ચોરીની આ રીત જોઈ તમે પણ હેરાન રહી જશો, કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં ઉમેદવાર પાસેથી મળ્યું સિમ-બેટરીવાળું ફેસ માસ્ક

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....

Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી

Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે

અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'

ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા

આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ

Embed widget