શોધખોળ કરો

Rajasthan Politics: અશોક ગહેલોતે સચિન પાયલટને ગણાવ્યા ગદ્દાર, મુખ્યમંત્રી પદને લઈ જાણો શું કહ્યું?

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એકવાર પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ પર નિશાન સાધ્યું છે. સચિન પાયલટની ટીકા કરતા અશોક ગેહલોતે તેમને ગદ્દાર ગણાવ્યા છે.

Ashok Gehlot On Sachin Pilot: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એકવાર પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ પર નિશાન સાધ્યું છે. સચિન પાયલટની ટીકા કરતા અશોક ગેહલોતે તેમને ગદ્દાર ગણાવ્યા છે. તેમણે કહ્યું, "ગદ્દાર મુખ્યમંત્રી ન બની શકે. હાઈકમાન્ડ સચિન પાયલટને મુખ્યમંત્રી ન બનાવી શકે. જે વ્યક્તિ પાસે 10 ધારાસભ્યો નથી, જેણે બળવો કર્યો, પાર્ટી સાથે વિશ્વાસઘાત કર્યો, તેણે  ગદ્દારી કરી છે."

2020ના રાજકીય સંકટનો ઉલ્લેખ કરતા અશોક ગેહલોતે કહ્યું કે દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું હશે કે કોઈ પાર્ટીના અધ્યક્ષે તેમની સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હોય. તેમણે કહ્યું કે આ માટે ભાજપ દ્વારા પૈસા આપવામાં આવ્યા હતા. ભાજપની દિલ્હી ઓફિસમાંથી 10 કરોડ રૂપિયા આવ્યા હતા, મારી પાસે પુરાવા છે. આમાંથી કેટલા પૈસા કોને આપ્યા તેની મને ખબર નથી.

સચિન પાયલટ પર આ આરોપો લગાવવામાં આવ્યા હતા

NDTV સાથેની વાતચીતમાં રાજસ્થાનના મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે સચિન પાયલટે દિલ્હીમાં ભાજપના બે વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. "અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન સામેલ હતા. તેઓએ (પાયલોટ સહિત) દિલ્હીમાં મીટિંગ કરી હતી," તેમણે ઉમેર્યું હતું કે, બળવાખોર નેતાઓ જ્યાં રોકાયા હતા તે હોટેલમાં ધર્મેન્દ્ર પ્રધાન પણ મળવા ગયા હતા. સીએમ ગેહલોતે દાવો કર્યો હતો કે 2009માં જ્યારે યુપીએ સરકાર બની ત્યારે તેમણે (પાયલટ)ને કેન્દ્રીય મંત્રી બનાવવાની ભલામણ કરી હતી.

2020માં રાજકીય સંકટનો જન્મ થયો હતો

2020માં રાજસ્થાન કોંગ્રેસમાં ઉભી થયેલી રાજકીય કટોકટી દરમિયાન સચિન પાયલટ 19 ધારાસભ્યો સાથે દિલ્હી નજીકના એક રિસોર્ટમાં ગયા હતા. રાજકીય ગલિયારાઓની ચર્ચા મુજબ કોંગ્રેસ માટે સીધો પડકાર હતો કે કાં તો તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે અથવા તો તેઓ કોંગ્રેસમાંથી વોકઆઉટ કરે. જોકે, આ વિરોધની ગેહલોત સરકાર પર કોઈ અસર થઈ નથી. બાદમાં પાયલોટના પક્ષ સાથે સમાધાન થયું હતું. જો કે તેમને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. આ સાથે તેમને નાયબ મુખ્યમંત્રી પદેથી પણ હટાવી દેવામાં આવ્યા હતા.

પાયલોટ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રા કરી રહ્યા છે

સચિન પાયલટ હાલ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રા પર છે. આ યાત્રા હાલમાં મધ્યપ્રદેશમાંથી પસાર થઈ રહી છે. આ સાથે જ ભાજપે અશોક ગેહલોતના દાવાને પાયાવિહોણા ગણાવ્યા છે. ભાજપના રાજસ્થાન પ્રમુખ સતીશ પુનિયાએ કહ્યું, "કોંગ્રેસનું નેતૃત્વ પોતાનું ઘરને વ્યવસ્થિત કરવામાં  નિષ્ફળ ગયું છે. કોંગ્રેસ રાજસ્થાન હારી રહી છે, તેથી ગેહલોત નિરાશ છે. ગેહલોત પોતાની નિષ્ફળતા માટે ભાજપને જવાબદાર ઠેરવી રહ્યા છે."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
Embed widget