શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ રાજ્યમાં આજથી ખુલશે પાન-મસાલા, ગુટખાની દુકાનો, રેડ ઝોનમાં પણ ખુલશે પાર્ક
ગૃહ વિભાગે ચોથા તબક્કાના લોકડાઉનના આદેશ અંતર્ગત પ્રતિબંધિત ગતિવિધિઓમાંથી પાન, ગુટખા, તમાકુ વગેરેના વેચાણને હટાવ્યા છે.
જયપુરઃ દેશભરમાં લોકડાઉન 4.0 ખત્મ થવાને હજુ એક સપ્તાહનો સમય બાકીછે. પરંતુ રાજસ્થાન સરકારે એ પહેલા જ લોકડાઉનના નિયમોમાં છૂટ વધારવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાન સરકારે રાજ્યમાં પાન ગુટખા, તમાકુનું વેચાણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ રેઢ ઝોનમાં જાહેર પાર્કો, ટેક્સી અને કેબ સેવા પણ ચાલુ કરવામાં આવી છે.
ગૃહ વિભાગે ચોથા તબક્કાના લોકડાઉનના આદેશ અંતર્ગત પ્રતિબંધિત ગતિવિધિઓમાંથી પાન, ગુટખા, તમાકુ વગેરેના વેચાણને હટાવ્યા છે. જોકે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, કોઈપણ વ્યક્તિ આ વસ્તુનો ઉપયોગ જાહેર સ્થળો પર કરી નહીં શકે. આદેશ અનુસાર જાહેર સ્થળો પર થૂકવું એ દંડનીય ગુનો ગણાશે.
પાર્ક પણ ખુલશે
લોકડાઉન 4.0ના દિશા નિર્દેશોમાં ફેરફાર કરતાં રાજ્ય સરકારે રેડ ઝોનમાં સામાજિક અંતર અને સેનેટાઈઝેનની શર્તો સુનિશ્ચિત કરવા ટેક્સ, ઓટો અને કેબની સેવાઓને મંજૂરી આપી છે. સરકારે રેડ ઝોન વિસ્તારમાં સવારે સાત કલાકથી સાંજે 6.45 કલાક સુધી જાહેર પાર્કો ખોલવાની મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે, ઓરેન્ઝ અને ગ્રીન ઝોનમાં આવનારા વિસ્તારોમાં આ ગતિવિધિઓને પહેલાથી જ મંજૂરી આપી હતી. સંશોધિત આદેશમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હાથ રિક્ષા, કિયોસ્ક, ખાવા પીવાની નાની દુકાનો, જ્યૂસ, ચા અને અન્ય સામાનની દુકાનોને મંજૂરી આપવામાં આવી છે પરંતુ સ્વચ્છતા, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. તેની સાથે જ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ પહેલાની જેમ જ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion