Rajasthan: હાર્ડકૉર ગેન્ગસ્ટર કુલદીપ જઘીનાની ગોળી મારીને હત્યા, કોર્ટમાં હાજરી આપવા જતી વખતે થયો એટેક
રાજસ્થાનમાં એક ગેન્ગસ્ટરને ઠાર મારવાની ઘટના ઘટી છે, આજે સવારે રાજસ્થાનમાં હાર્ડકોર ગુનેગાર કુલદીપ જઘીના અને તેના સાથી વિજયપાલને જયપુરથી ભરતપુર લાવતી વખતે ગોળી મારી દેવામાં આવી છે
Rajasthan News: રાજસ્થાનમાં એક ગેન્ગસ્ટરને ઠાર મારવાની ઘટના ઘટી છે, આજે સવારે રાજસ્થાનમાં હાર્ડકોર ગુનેગાર કુલદીપ જઘીના અને તેના સાથી વિજયપાલને જયપુરથી ભરતપુર લાવતી વખતે ગોળી મારી દેવામાં આવી છે. ગેન્ગસ્ટર પર હલેના પોલીસ સ્ટેશન વિસ્તારના અમોલી ટૉલ પ્લાઝા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બંને હાર્ડકોર ગુનેગારો માર્યા ગયા હતા. પોલીસ જિલ્લા હૉસ્પીટલ પહોંચી ગઈ છે. હાલમાં આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, કુલદીપ ક્રિપાલ જઘીનાની હત્યાના કેસમાં જયપુર જેલમાં બંધ હતો અને આજે તેને કોર્ટમાં હાજર થવાની તારીખ માટે બસ દ્વારા લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે જ રસ્તામાં ફાયરિંગ થયું હતું, અને આ ફાયરિંગમાં તેની હત્યા થઇ ગઇ હતી.
ટુંક સમયમાં જ જેલમાંથી બહાર આવશે આશારામ?
પોતાના જ ગુરુકુળની સગીર વિદ્યાર્થિની સાથે યૌન શોષણના ચકચારી કેસમાં જેલની સજા કાપી રહેલા આસારામ અને તેના અનુયાયીઓ માટે રાજસ્થાન હાઈકોર્ટમાંથી રાહતના સમાચાર આવ્યા છે. આસારામની જેલમાંથી બહાર આવે તેવી શક્યતા છે. આસારામના સમર્થકોમાં પણ આશા જાગી છે. આસારામે અગાઉ પેરોલ માટે અરજી કરી હતી. પેરોલ કમિટીએ તેની પેરોલ માટેની અરજી ફગાવી દીધા બાદ આસારામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેના પર સોમવારે રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે સોમવારે જોધપુર સેન્ટ્રલ જેલની પેરોલ કમિટીને પેરોલ નિયમો, 1958 હેઠળ આસારામની અરજી પર પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
પેરોલ કમિટીને 6 સપ્તાહમાં નિર્ણય લેવાનો નિર્દેશ
જસ્ટિસ વિજય વિશ્નોઈ અને જસ્ટિસ યોગેન્દ્ર કુમાર પુરોહિતની બનેલી રાજસ્થાન હાઈકોર્ટની ડબલ બેન્ચે આસારામની અરજી ફગાવી દેવાના પેરોલ કમિટીના નિર્ણયને બાજુ પર રાખ્યો હતો. આ સાથે પેરોલ કમિટીને 6 સપ્તાહમાં આ અંગે નવો નિર્ણય લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર, 2013થી 81 વર્ષીય આસારામ પોતાના આશ્રમની સગીર વિદ્યાર્થિની પર બળાત્કાર કરવા બદલ જોધપુર સેન્ટ્રલ જેલમાં અંતિમ શ્વાસ સુધી સખત કેદની સજા ભોગવી રહ્યા છે. આસારામ તરફથી જેલમાંથી બહાર આવવા માટે 20 દિવસના પેરોલની માંગણી કરવામાં આવી હતી. આસારામની અરજીને અગાઉ ડિસ્ટ્રિક્ટ પેરોલ એડવાઇઝરી કમિટી દ્વારા ફગાવી દેવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજસ્થાનના કેદીઓ પેરોલ પર છૂટવાના નિયમો, 2021 હેઠળ પેરોલ માટે હકદાર નથી.