શોધખોળ કરો
Advertisement
સચિન પાયલટ અને 18 અન્ય ધારાસભ્યોની અરજી પર આવતીકાલે રાજસ્થાન HCમાં થશે સુનાવણી
સચિન પાયલટ અને અન્ય ધારાસભ્યોને રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી અયોગ્યતાની નોટિસને પડકારવામાં આવી છે.
જયપુર: સચિન પાયલટ અને 18 અન્ય બાગી કૉંગ્રેસ ધારાસભ્ય દ્વારા રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તે અરજી પર આજે સુનાવણી ટળી ગઈ છે. હવે આવતીકાલે (શુક્રવારે) બપોરે 1 વાગ્યે આ મામલે ફરી સુનાવણી થશે. સચિન પાયલટ અને અન્ય ધારાસભ્યોને રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી અયોગ્યતાની નોટિસને પડકારવામાં આવી છે.
આ અરજી પર આજે બપોરે ત્રણ વાગ્યે જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માએ સુનાવણી કરી. પરંતુ, બાગી ધારાસભ્યના પક્ષના વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ ફરીથી અરજી દાખલ કરવાનો સમય માંગ્યો હતો.
કોંગ્રેસ પાર્ટીના મુખ્ય સચેતક મહેશ જોશીએ કોર્ટમાં અરજી આપીને અનુરોધ કર્યો કે, આ મામલે કોઈ પણ આદેશ આપતા પહેલા તેમના પક્ષને પણ સાંભળવામાં આવે. જોશીએ જ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને આ ધારાસભ્યને અયોગ્ય ઠેરવવા અનુરોધ કર્યો છે.
કૉંગ્રેસે વિધાનસભા અધ્યક્ષને ફરિયાદ કરી હતી કે, આ 19 ધારાસભ્યોએ કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ થવાના પાર્ટીના વ્હીપનું ઉલ્લંઘન કર્યું છે. તેના બાદ વિધાનસભા અધ્યક્ષે મંગળવારે તમામને નોટિસ જારી કરી હતી. પાયલટના સમર્થન ધારાસભ્યોનું કહેવું છે કે, પાર્ટીના વ્હીપ માત્ર ત્યારે જ લાગુ થાય છે જ્યારે વિધાનસભા સત્ર ચાલુ હોય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement