શોધખોળ કરો
રાજસ્થાનઃ બળવાખોર ધારાસભ્યોની કોંગ્રેસમાં વાપસી માટે પાર્ટીએ શું રાખી શરત ? જાણો વિગત
રાજસ્થાન વિધાનભાનું સત્ર 14 ઓગસ્ટથી શરૂ થશે. સચિન પાટલટની આગેવાનીમાં 19 બળવાખોરો હરિયાણાની હોટલમાં રોકાયા છે.
![રાજસ્થાનઃ બળવાખોર ધારાસભ્યોની કોંગ્રેસમાં વાપસી માટે પાર્ટીએ શું રાખી શરત ? જાણો વિગત Rajasthan Political crisis: Randeep Surjewala on sachin pilot camp mla રાજસ્થાનઃ બળવાખોર ધારાસભ્યોની કોંગ્રેસમાં વાપસી માટે પાર્ટીએ શું રાખી શરત ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/04215357/randeep.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જેસલમેરઃ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, રાજસ્થાનના બળવાખોર કોંગ્રેસી ધારાસભ્યોની વાપસી માટે વાતચીત પહેલા બીજેપી સાથે દોસ્તી તોડવી પડશે અને તેમની યજમાની છોડીને પરત ફરવું પડશે.
રાજસ્થાનમાં અશોક ગેહલોતના નેતૃત્વથી નારાજ થઈને બળવાખોર થયેલા સચિન પાયલટ સહિત 19 કોંગ્રેસી ધારાસભ્યોની વાપસીની સંભાવનાના સવાલ પર સુરજેવાલાએ કહ્યું, સૌથી પહેલા બાગી ધારાસભ્યો વાતચીત કરે અને તેમના માટે પ્રથમ શરત બીજેપીની યજમાની છોડવાની છે. સુરજેવાલાએ કહ્યું, કોંગ્રેસના નારાજ ધારાસભ્યોને બીજેપીએ સુરક્ષા આપી છે તેનું શું મહત્વ છે.
રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યો જેસલમેરની ખાનગી હોસ્પિટલમાં રોકાયેલા છે. જ્યારે સચિન પાટલટની આગેવાનીમાં 19 બળવાખોરો હરિયાણાની હોટલમાં રોકાયેલા હોવાના સમાચાર છે. રાજસ્થાન વિધાનભાનું સત્ર 14 ઓગસ્ટથી શરૂ થશે.
રાજસ્થાનમાં ઘણા દિવસોથી રાજકીય લડાઈ ચાલી રહી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલી લડાઈને કાબુમાં કરવા પાર્ટીના કેટલાક નેતા આગળ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)