The Kashmir Files: કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ બતાવવા આ શહેરમાં લગાવાઈ કલમ 144, જાણો વિગત
The Kashmir Files: આ મૂવીને હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા, કર્ણાટક, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે.
The Kashmir Files: અશોક ગેહલોતની આગેવાની હેઠળની રાજસ્થાન સરકારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના સ્ક્રીનિંગ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આજથી 21 એપ્રિલ સુધી કોટામાં કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ મૂવીને હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા, કર્ણાટક, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે.
સંસદમાં પણ ફિલ્મની થઈ ચર્ચા
કાશ્મીરી પંડિતો વિરૂદ્ધ હિંસા પર બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર ચાલી રહેલો વિવાદ અટકતો જણાતો નથી. સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં પણ ધ કાશ્મીર ફાઇલ્સનો પડઘો સંભળાયો હતો. ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર સોમવારે સંસદમાં ઉગ્ર ચર્ચા થઈ હતી. કેટલાકે તેને કરમુક્ત બનાવવા કહ્યું, કેટલાકે પ્રતિબંધની માંગ કરી, તો કેટલાકે દેશની એકતા જાળવવા તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. જનતા દળ યુનાઇટેડના સાંસદ સુનીલ પિન્ટુએ માંગ કરી હતી કે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલને દેશભરમાં ટેક્સ ફ્રી કરવી જોઇએ. તે, BSP સાંસદ દાનિશ અલીએ આ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી હતી.
તેલંગાણાના સીએમ કેસીઆરે પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે. તેમણે કહ્યું, 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ શું છે. જો કોઇ પ્રગતિશીલ સરકાર હોય તો સિંચાઇની ફાઇલો, આર્થિક ફાઇલો હોવી જોઇએ. 'ધ કાશ્મીર ફાઇલ્સ' કોને જોઈએ છે? દિલ્હીમાં કાશ્મીરના પંડિતો કહે છે કે કેટલાક લોકો વોટ માટે આવું કરી રહ્યા છે, અમને કોઈ ફાયદો નથી મળ્યો.
10 દિવસમાં 168 કરોડની કમાણી
11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર શાનદાર ધેકાવ કરી રહી છે. પહેલા દિવસે 3.25 કરોડની ઓપનિંગ લેનારી આ ફિલ્મે ત્યારથી અત્યાર સુધીમાં અપેક્ષા કરતા વધુ કમાણી કરી છે. જો આમ જ ચાલુ રહેશે તો વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ આગામી બે સપ્તાહમાં રૂ. 300 કરોડનો આંકડો પાર કરી જશે. રવિવારની રજાના કારણે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મને ઘણો ફાયદો થયો છે. કાશ્મીર ફાઇલ્સે રિલીઝના 10માં દિવસે 27 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ રિલીઝના બીજા સપ્તાહમાં 150 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ છે. અત્યાર સુધીના કુલ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 10 દિવસમાં 168 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. બાહુબલી 2 પછી રિલીઝના બીજા અઠવાડિયામાં 73 કરોડનું કલેકશન કરનારી ધ કાશ્મીર ફાઇલ્સ માત્ર બીજી ફિલ્મ છે.