શોધખોળ કરો
Advertisement
એર સ્ટ્રાઇકમાં કેટલા આતંકી માર્યા ગયા, તે જાણવા પાકિસ્તાન જઈને પૂછે કૉંગ્રેસ: રાજનાથ સિંહ
નવી દિલ્હી: વાયુસેનાની એર સ્ટ્રાઇક પર રાજનિતી શરૂ થઈ ગઈ છે. એર સ્ટ્રાઇકમાં માર્યા ગયેલા આતંકીઓના આંકડાને લઇને વિપક્ષ સતત સરકાર પર સવાલ કરી રહી છે. તેની વચ્ચે ભાજપ અધ્યક્ષ અમિત શાહે એક નિવેદનમાં કહ્યું હતું કે 250થી વધુ આંતકી માર્યા ગયા છે. તેના આ નિવદન બાદ વિપક્ષે ફરી સરકાર પર પ્રહારો કરતા પૂછ્યું કે સરકારને આ આંકડા ક્યાંથી મળ્યાં.
આ સવાલો વચ્ચે હવે ગૃહમંત્રી રાજનાથ સિંહે કૉંગ્રેસ પર પલટવાર કર્યો છે. તેઓએ કહ્યું કે જો કૉંગ્રેસ આ જાણવા માંગે છે કે કેટલા આતંકવાદી માર્યા ગયા તો તેને પાકિસ્તાન જઈને ત્યાં પૂછવું જોઈએ અથવા તો તેના શબ ગણવું જોઈએ. રાજનાથ સિહેં વધુમાં કહ્યું એક દિવસે સૌને ખબર પડી જશે છે કે બાલાકોટમાં કેટલા આતંકીઓ માર્યા ગયા. રાજનાથ સિંહે કહ્યું, “એનટીઆરઓ ના રિપોર્ટ પ્રમાણે બાલાકોટ હુમલાના સ્થળ પર 300 મોબાઈલ ફોન સક્રિય હતા. જો ત્યાં આતંકવાદી નહતા તો શું તેને વૃક્ષો ઉપયોગ કરી રહ્યાં હતા. ”
એર સ્ટ્રાઇક પહેલા બાલાકોટમાં 300 મોબાઇલ એક્ટિવ હતા, ભારતે આજે PAKનું ડ્રોન તોડી પાડ્યું
વડાપ્રધાન મોદીએ પણ એક રેલીમાં જનસભાને સંબોદન કરતી વખતે વિપક્ષ પર આકાર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ લોકો કંઈ એમ જ નથી બોલી રહ્યાં પણ તેમની માનસીકતા જ કંઈક આવી છે. આવુ જ વલણ તેમની રગોમાં પણ વહે છે. આતંકવાદીઓને બચાવવા માટે તેમના હુમલાને માત્ર અકસ્માત ગણાવે છે. તો શું પુલવામામાં થયું તે માત્ર એક અકસ્માત હતો? આ એ જ નામદાર પરિવારના સિપાહસાલાર છે, જેમને આતંકી ઓસામા બિન લાદેન શાંતિદૂત લાગતો હતો. આ એ જ મહાશય છે, જેમની મુંબઈ હુમલામાં પણ પાકિસ્તાનને ક્લિન ચીટ આપી દીધી હતી અને તપાસને આડા માર્ગે દોરવાનું કામ કર્યું હતું.
એર સ્ટ્રાઇક પાકિસ્તાનમાં થઈ, આઘાત ભારતમાં કેટલાક લોકોને લાગ્યોઃ મોદી આ પહેલા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ‘કૉંગ્રેસ નેતાઓને તો ભારતની સેના અને વાયુસેના પર વિશ્વાસ નથી. કૉંગ્રેસના મોટા નેતાઓ ભારતીય વાયુસેનાનું મનોબળ તોડવામાં લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, કૉંગ્રેસના વરિષ્ઠ તેના દિગ્વિજય સિંહે એક નિવેદનને લઇને વિવાદ થયો છે. જેમાં તેમણે પુલવામાં આતંકી હુમલાનો ઉલ્લેખ દુર્ઘટના તરીકે કર્યો. જો કે બાદમાં દિગ્વિજયસિંહે કહ્યું કે એમાં કોઈ શંકા નથી કે આ આતંકી હુમલો હતો, પરંતુ મોદીજીની ટ્રોલ આર્મી મૂળ પ્રશ્નોના જવાબ આપવા ઇનકાર કરી રહી છે. કૉંગ્રેસ નેતા દિગ્વિજય પર વળતો પ્રહાર કરતા રવિશંકર પ્રસાદે કહ્યું, “દિગ્ગજવિજય સિંહ પુલવામાના આતંકી હુમલાને અકસ્માત દૂર્ઘટના કહી રહ્યાં છે અને એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવે છે? આ તે લોકો છે જે ઓસામા બિન લાદેન માટે ઓસામાજી અને હાફિજ સઈદ જી જેવી ઉપમાઓનો ઉપયોગ કરતા રહ્યાં છે. ”#WATCH Prime Minister Narendra Modi in Dhar, Madhya Pradesh says, "#AirStrikes Pakistan mein hui, lekin sadma Bharat mein kuchh logon ko laga hai." pic.twitter.com/DWuQRKrGCI
— ANI (@ANI) March 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement